<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 5th February 2025

વાંકાનેર પાલિકાની ચૂંટણીમાં ૧૩ બેઠકો બિનહરીફ

ભાજપ-૧૧, કોંગ્રેસ-૧ અને બસપા-૧ બેઠકો બિનહરીફ, ૧પ બેઠકો પર ચુંટણી યોજાશે

(લિતેશ ચંદારાણા દ્વારા) વાંકાનેર તા. પઃ નગરપાલિકાની પેટા ચૂંટણી માટે ઉમેદવારી પત્ર પરત ખેંચવાના અંતિમ દિવસે ૪૬ માન્‍ય ફોર્મમાંથી એક ઉમેદવારએ ઉમેદવારીપત્ર પરત ખેંચતા ચુંટણી ચિત્ર સ્‍પષ્‍ટ બન્‍યું છે.

જેમાં નગરપાલિકાની ર૮ બેઠકો પૈકી ૧૩ બેઠકો બિનહરીફ જાહેર કરવામાં આવી છે, જેમાં ૧૧ બેઠકો પર ભાજપ, ૧ બેઠક પર કોંગ્રેસ અને ૧ બેઠક પર કોંગ્રેસ સમર્થિત બસપાના ઉમેદવાર બિનહરીફ જાહેર કરવામાં આવ્‍યા છે.

જેથી હવે બાકી રહેતી ૧પ બેઠકો માટે આગામી તા. ૧૬ ફેબ્રુઆરીના રોજ ચુંટણી યોજાશે.

(12:27 PM IST)