News of Wednesday, 5th February 2025
ઠંડીમાં સામાન્ય વધારોઃ નલીયા ૯.૮ ગિરનાર ૯.૯ ડિગ્રી
ગાંધીનગર ૧૦.પ, જામનગર ૧૧.૮, રાજકોટમાં ૧૩.૪ ડિગ્રી લઘુતમ તાપમાન

રાજકોટ, તા., ૫ : રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં આજે ઠંડીમાં સામાન્ય વધારો થયો છે. આજે કચ્છના નલીયામાં ૯.૮, ગિરનાર ૯.૯, ગાંધીનગર ૧૦.પ, જામનગર ૧૧.૮, રાજકોટમાં ૧૩.૪ ડીગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે.
જુનાગઢ
(વિનુ જોષી દ્વારા) જુનાગઢ : ઠંડીમાં વધારો થતાં ગિરનાર પર તાપમાન ઘટીને ૯.૯ ડિગ્રી નોંધાયું હતું.
ગિરનાર પર્વત પર મંગળવારે ૧૨ ડિગ્રી તાપમાન રહ્યા બાદ આજે સવારે લઘુતમ તાપમાન ૨.૧ ડિગ્રી ઘટીને ૯.૯ ડિગ્રી થઈ જતા સમગ્ર પર્વતીય વિસ્તારમાં ઠંડીનું મોજુ ફરી વળ્યું હતું.
ગિરનાર પર ઠંડી વધવાની સાથે જૂનાગઢમાં પણ લઘુતમ તાપમાન ૨.૧ ડિગ્રી નીચે ઉતરીને ૧૪.૯ ડિગ્રી સ્થિર થયું હતું. સવારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ પણ વધીને ૭૫ ટકા થઈ જવાના કારણે ઠંડીની તીવ્રતા વધી હતી. સાથે સાથે ૭ કિલોમીટરની ઝડપે ઠંડો પવન પણ ફૂંકાતા વાતાવરણ વધુ ઠંડુગાર થઈ ગયું હતું.
જામનગર
(મુકુંદ બદીયાણી દ્વારા) જામનગરઃ બાજરા સંશોધન કેન્દ્ર જામનગર તરફથી મળેલ તાપમાનની વિગત જોઇએ તો લઘુતમ તાપમાન ૧૧.૮, મહતમ તાપમાન ર૭, ભેજનું પ્રમાણ ૮૬ ટકા, પવનની ગતી પ.૭ કી.મી. રહી હતી

(12:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
