તા. ૧૯ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૦ ગુરૂવાર
News of Wednesday, 5th February 2025
કથા ભવસાગર તરવાનો શ્રેષ્ઠ માર્ગ બતાવે છેઃ પૂ. વિજુમા
જુનાગઢમાં વિરબાઇ મહિલા મંડળ આયોજીત દેવી ભાગવત કથામાં આજે શાકંભરી મહોત્સવ ઉજવાશેઃ મુંબઇના આંતરરાષ્ટ્રીય કથાકાર વિજુબેન રાજાણીની ‘અકિલા' સાથે મુલાકાત : પૂ. પાંડુરંગ શાષાી કહેતા કે વિજુ તુ વિશ્વની છોઃ મારે શિક્ષિકા બનવુ હતું પરંતુ ભગવાને મને કથાકાર બનાવી દીધીઃ વૃધ્ધો મારા આદર્શ, બાળકો મારો પ્યાર અને મહિલાઓ મારી મહત્વકાંક્ષાઃ પૂ. વિજુમા : લોહાણા મહાપરીષદ દ્વારા પૂ. વિજુમાને મહર્ષિ એવોર્ડ અપાયો છેઃ દેશ-વિદેશની ધરતી ઉપર કથા કરનાર ૮પ વર્ષના વિજુબેન રાજાણી (પૂ. વિજુમા) દ્વારા અનેકવિધ સેવાકાર્યો

જુનાગઢઃ આંતરરાષ્ટ્રીય કથાકાર પૂ. વિજુબેન રાજાણી (પૂ. વિજુમા) કથાનું રસપાન કરાવી રહયા છે. અન્ય તસ્વીરમાં ‘અકિલા’ પરિવારના મોટા બહેન મીનાબેન ચગ, અકિલાના જુનાગઢના પત્રકાર વિનુભાઇ જાષી સાથે વાતચીત કરતા પૂ. વિજુમા નજરે પડે છે. (તસ્વીરઃ મુકેશ વાઘેલા-જુનાગઢ)
જુનાગઢ, તા., પઃ જુનાગઢમાં વિરબાઇ મહિલા સત્સંગ મંડળ દ્વારા આયોજીત પુ. જલારામ બાપા મંદીરના લાભાર્થે હવેલી ગલીમાં આવેલ જલારામ બાપા અને માતુશ્રી વિરબાઇમાં મંદીર ખાતે શ્રી દેવી ભાગવત કથા ચાલી રહી છે.
જેમાં મુંબઇના આંતરરાષ્ટ્રીય કથાકાર વિજુબેન રાજાણી (વિજુમા) પોતાની આગવી શૈલીમાં કથાનું રસપાન કરાવી રહયા છે.
‘અકિલા' સાથેની મુલાકાતમાં તેઓએ જણાવ્યું હતું કે ૧૯૪૦ માં કરાંચી ખાતે મોહનલાલ દાવડા અને શાંતાબેનને ત્યાં ધર્મપરાયણ પરિવારમાં તેમનો જન્મ થયેલ અને માત્ર ૩ વર્ષની ઉંમરે તેમણે માતા-પિતા અને પરિવારની છત્રછાંયા ગુમાવી અને મોસાળમાં નાનાબાપુ જેઠાલાલ હિરજી ભુપતાણી અને નાનીમાંએ હુંફ આપી સારસંભાળ લીધી હતી અને મુંબઇ પાર્લા વેસ્ટ કાનબાઇ કન્યા શાળામાં ૬ વર્ષની ઉંમરે અભ્યાસ શરૂ કર્યો અને તેઓ માત્ર ૧૭ વર્ષની વયે જ પ્રવચનો આપતા તેમજ વિજુમા શ્રીમદ ભાગવત પુષ્ટીમાર્ગીય ભાગવત શિવપુરાણ, દેવી ભાગવત, ગીતાચિંતન, રામ ચરિત માનસ કથા, ગોપી ગીત કથાનું પઠન કરી દેશ-વિદેશમાં જેવા કે અમેરીકા, લેસ્ટર યુકે, ન્યુઝીલેન્ડ સહિત વિદેશોમાં તેમજ ૪૬ રાજયોમાં તેમના વકતા પદે અસંખ્ય કથાઓ યોજાઇ ચુકી છે.
૩૮ વર્ષ પહેલા તેમના પતિદેવનું નિધન થતા તેઓ સંપુર્ણ જીવન આધ્યાત્મીક માર્ગે વિતાવી રહયા છે. તેઓના પતિ પણ ધાર્મિક વૃતિ ધરાવતા અને હંમેશા કહેતા કે ધર્મનું ધન વાપરીશ નહી ધર્મનું ધન હંમેશા ધાર્મિક કાર્યોમાં જ વાપરવું.
૧૯૯૦ તેઓની શ્રીમદ ભાગવત સપ્તાહનો ત્યાથી પ્રારંભ થયો અને ૩૪ વર્ષ દરમ્યાન અનેક સ્થળોએ તેઓની કથા થઇ ચુકી છે. ન્યુયોર્કમાં ગુજરાતી સમાજમાં પણ દેવી ભાગવત યોજાયેલ.
પોતાના જીવનમાં અનન્ય ભાવ જેમના પ્રત્યે રહેલ છે. તેવા પાડુંરંગ શાષાી તો વિજુમાને એમ કહેતા વિજુ તુ વિશ્વની છો તેઓના કાયમ આશીર્વાદ તેમના પર વરસતા રહયા હતા. આજે પણ ૮પ વર્ષની ઉંમરે વિજુમાના શ્રીમુખે કથા સાંભળવી એ પણ એક લ્હાવો છે.
પોતાજા જીવન અંગે જણાવતા તેમણે જણાવેલ કે મારે શિક્ષક બનવાની ઇચ્છા હતી પણ ભગવાને મને કથાકાર બનાવી દીધી છે. વૃધ્ધો મારો આદર્શ છે, પ્રૌઢો મારો સહકાર, બાળકો મારે પ્યાર છે, મહિલાઓ મારી મહત્વકાંક્ષા છે તેનાથી ઉપર સૌથી વધારે યુવાનો-યુવતીઓ મારો આત્મા છે. તેઓની ૬ સ્વરચીત ભજનોની સીડી પણ બહાર પડી છે.
મુંબઇ લોહાણા મહાપરીષદ દ્વારા વર્ષ ર૦ર૪નો મહર્ષિ એવોર્ડ પણ વિજુમાને સતિષભાઇ વિઠલાણીના હસ્તે એનાયત કરવામાં આવ્યો હતો.
આજે સાંજે કથામાં શાંકભરી મહોત્સવ ઉજવવામાં આવશે અને તેમાં એકત્ર થયેલ શાકભાજીથી ઉંધીયુ બનાવવામાં આવશે અને હવન બાદ પુરી, ઉંધીયુ, સલાડ, ગુંદી, ગાઠીયાનો સાંજે ભોજનપ્રસાદ પિરસવામાં આવશે. ૩૪ વર્ષથી દેશ-વિદેશમાં સનાતન ધર્મનો ભાગવતકથાના માધ્યમથી પ્રચાર અને પ્રસાર કરતા આ કથાકાર પાસેથી કથા સાંભળવાથી મનને ખરેખર શાંતિની અનુભુતી થાય છે. શ્રોતાઓ પણ ભાવવિભોર થઇ કથાશ્રવણ કરી રહયા છે.
આ કથા દરમ્યાન મહિલા મંડળના બહેનો દ્વારા ખુબ સુંદર આયોજન કરેલ છે. સૌ સાથે મળી આ દિવ્ય અને ભવ્ય કથાનું રસપાન કરી રહયા છે અને આ કથા સૌને માટે યાદગાર બની રહે તેવું આયોજન કરાયું છે.
આજના તનાવભર્યા જીવનમાં કથા છે એ ભગસાગર તરવાનો શ્રેષ્ઠ માર્ગ બતાવે છે તેમ અંતમાં જણાવ્યું હતું.
: આલેખન :
વિનુભાઇ જોશી
મીનાબેન ચગ
:તસ્વીર :
મુકેશ વાઘેલા (જુનાગઢ)
(12:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
