<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 5th February 2025

જેતપુરમાં આત્‍મવિલોપનનો પ્રયાસ કરનાર યુવતીની અંતે વિરપુર પોલીસે ફરીયાદ નોંધી

ગોંડલના વાવડીના વીડા ગામની યુવતીએ ન્‍યાય ન મળતા આપઘાતનો પ્રયાસ કર્યો'તો : પોલીસે બે મહિલા સહિત નવ સામે ગુન્‍હો દાખલ કર્યો

(કેતન ઓઝા દ્વારા) જેતપુર, તા. પઃ શહેરના જુનાગઢ રોડ પર આવેલ ડીવાયએસપી કચેરી સામે એક યુવતીએ પોતાની ફરિયાદ નોંધતા ન હોય ન્‍યાય મેળવવા ઝેરી પ્રવાહી પી આપઘાત કરવાની કોશિશ કરતા પોલીસમાં દોડધામ મચી ગઈ હતી

ગોંડલ તાલુકાના ચોરડી નજીક આવેલ વાવડીના વીડા ગામે રહેતી એક યુવતીએ પોતાને ન્‍યાય ન મળતો હોય ન્‍યાયની માંગ સાથે મુખ્‍યમંત્રી, ગળહ મંત્રી ઉચ્‍ચ કક્ષાએ લેખિત રજૂઆત કરી જણાવેલ કે મને ન્‍યાય મળતો ન હોય પોલીસ ધક્કા ખવડાવતી હોય હું ન્‍યાય મેળવવા આત્‍મવિલોપન કરીશ. આ રજૂઆતમાં તેમણે જણાવેલ કે ગત તા. ૨૦/૧૨/૨૪ ના રોજ મારુ ઘર ભંગાવી નાખવાની ધમકી આપી વાવડીના વીડો ગામે રહેતો વલ્લભ જાદવભાઈ ધોળકિયા તથા મહિલા સહિત સાત શખ્‍સોએ તેમનું અપહરણ કરી જુનાગઢ દોલતપરા ખાતે લઈ જઈ મૈત્રી કરાર કરી ગોંધી રાખી દુષ્‍કર્મ આચરેલ જે અંગેની ફરિયાદ વીરપુર પોલીસ તેમજ જુનાગઢ સહિત પોલીસમાં કરવા ગયેલ છતાં પોલીસે તેમની ફરિયાદ નોંધેલ નહીં જેથી તેમણે ન્‍યાય મેળવવા એસપી કચેરી અથવા વિરપુર પોલીસ સ્‍ટેશન ખાતે આત્‍મવિલોપન કરીશ તેવી ચીમકી આપી હતી.

દરમિયાન ગઈકાલે બપોરના સમયે ડીવાયએસપી કચેરી ખાતે યુંવતી એ પહોંચી કોઈ ઝેરી પ્રવાહી પી લેતા પોલીસમાં દોડધામ મચી ગઈ હતી તાત્‍કાલિક યુવતીને સારવાર માટે સરકારી હોસ્‍પિટલ ખાતે ખસેડેલ. આ બનાવ બનવા બાદ વીરપુર પોલીસે યુવતી ની ફરિયાદ પરથી વલ્લભ જાદવભાઈ ધોળકિયા તથા બે મહિલા સહિત કુલ ૯ શખ્‍સો વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી વિરપુર પી. આઈ. એસ. જી. રાઠોડે હાથ ધરી છે.

(2:23 PM IST)