News of Wednesday, 5th February 2025
પોરબંદરને એસટીની સુપર વોલ્વો બસ ફાળવણીમાં અન્યાય
પોરબંદર જિલ્લો બન્યા બાદ અત્યાર સુધીમાં એસ.ટી. બસોની પુરતી સગવડ અપાઇ નથી : અગાઉ શરૂ કરેલી પોરબંદર-નાથદ્વારા, મુંબઇ, સાળંગપુર, અંબાજી સુધીની ફેસેલીટી ઝુંટવી લીધી સુરત -રાજકોટ- વડોદરા- અમદાવાદ વચ્ચે સુપર વોલ્વો એસ.ટી. બસ સુવિધામાં પોરબંદર બાકાત : એસ.ટી.ને યાત્રાધામો સાથે જોડવાની સરકાર દ્વારા માત્ર વાતો

(હેમેન્દ્ર કુમાર પારેખ દ્વારા ) પોરબંદર,તા.૫ : પુરાણો પ્રસિધ્ધ પોરબંદરમાં સુદામા મંદિર ગાંધીજીના જન્મ સ્થળ કીર્તીમંદિર તથા જિલ્લામાં પ્રાચીન ધાર્મિક સ્થળો જિલ્લાનું યાત્રાધામ તરીકે મહત્વ છે. તાજેતરમાં એસ.ટી. દ્વારા સુરત, રાજકોટ, વડોદરા, અમદાવાદ વચ્ચે વોલ્વો શરૂ કરાઇ છે. જેમાં પોરબંદરને એસ.ટી.ની સુપર વોલ્વો બસ નહીં ફાળવીને અન્યાય કરતા યાત્રિકોમાં રોષ વ્યાપી ગયો છે.
સને ૧૯૯૭ ની ૨ જી ઓક્ટોબરે રાજપા સરકારમાં જેતે સમયનાં ગુજરાતના મુખ્યમંત્રી પદે શ્રી શંકરસિંહ વાઘેલા ગુજરાતના મુખ્યમંત્રી પદે હતા ત્યારે તેઓશ્રીએ અનેક વિટંબણા વચ્ચે પોરબંદરને અલગ જિલ્લાનુ ંપ્રતિનિધિત્વ આપ્યું ત્રણ તાલુકાનો આ જિલ્લો બન્યો જેતે સમયે રાણાવાવ, કુતિયાણાના ધારાસભ્ય તરીકે સ્વ. ભૂરા મુંજા જાડેજા હતા. એક તરફ રાજપા સરકાર વિદાય લેવાની તૈયારીમાં હતી. તેવે સમયે માત્ર બે કલાકમાં જ રાણાવાવ કુતિયાણાના માજી ધારાસભ્ય સ્વ.ભૂરાભાઇ જાડેજા માત્ર બે કલાકમાં જ પોરબંદરને તા.૧ ઓક્ટોબરે જિલ્લો આપવાનો સરકારનો નિર્ણય જાહેર કર્યો. અને તા.૨ જી ઓક્ટોબરે રાષ્ટ્રપિતા સ્વ.પૂજ્ય મહાત્મા ગાંધીની જન્મજયંતી પ્રસંગે સર્વધર્મ પ્રાર્થનાસભામાં મુખ્મંત્રી શંકરસિંહ વાઘેલા હાજરી આવવાના હતા.
સુદામા ચોકમાં સવારનાં જ મુખ્યમંત્રી શ્રીની જાહેર સભાનું આયોજન થયેલ અને સુદામા ચોકના મંચ પરથી પોરબંદર જિલ્લાનું વિધિવત રીતે સરકારી જાહેરાત કરવાના હતા. પરંતુ તેઓ આવી ન શકયા. તેઓશ્રીનાં પ્રતિનિધિ તરીકે અને સરકારવતી શ્રી સ્વતંત્રતા શેખોન હજાર રહ્યા. અને પ્રથમ જિલ્લા કલેકટર તરીકે હાલના સીનીયર મોસ્ટ અને વર્તમાન મુખયમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલના સચિવ અને જેતે સમયે જૂનાગઢ જિલ્લા વિકાસ અધિકારી શ્રી મનોજ કુમાર દાસને બઢતી આપી પોરબંદર જિલ્લાનાં વિકાસશીલ માનસ ધરાવતા મનોજકુમાર દાસ કે જેઓ હાલ રાજ્ય સરકારના વર્તમાન મુખ્યમંત્રી પટેલની સરકારમાં કાર્યરત છે. તેઓ તે વખતે પોરબંદર કલેકટર તરીકે મુકાયા હતા.
ભોગોલિક અને ઇતિહાસ સાથે અભ્યાસ બાદ પોરબંદર શહેર અને જિલ્લો રાષ્ટ્રપિતા પૂજ્ય મહાત્મા ગાંધીની જન્મભૂમિ હોઈ જેથી આ શહેરનો અને જિલ્લાનો વિકાસ થવો જરૂરી છે. અને પારદર્શકતા હોવી જરૂરી છે. જેથી રાજકીય વ્યક્તિઓને એક બાજુ રાખી અને પોતાની દીર્ધદૃષ્ટિ થી પોરબંદરને સિટી પ્લાઝા જાહેર કર્યો અને તેમાં પણ ખાસ કરીને વિશેષતા માણેક ચોકથી ઉતરે શીતળા ચોક તથા માણેક ચોકથી દક્ષિણે અરબી સમુદ્રના કિનારા સુધી વર્તમાન કસ્તુરબા ગાંધી રોડ યાને જૂનો મોરિસન રોડને અદ્યતન બનાવવા અને માણેક ચોકને પણ આકર્ષક રીતે મઢવા રાષ્ટ્રપિતાનાં ઘર સુધી તે આયોજન કલેકટર મનોજ કુમારે કરાયું વિચારેલ..
કમનસીબે અને દુર્ભાગ્ય વિઘ્નસંતોષી અને અહંપોશનાર ને ખૂચ્યું અને જેના કારણે પ્રથમ જિલ્લા કલેકટરને ચાર માસ માટે વિદેશમાં ( ઓસ્ટ્રેલિયા ) ટ્રેનિંગમાં મોકલ્યા ટ્રેનિંગ પૂર્ણ કર્યા પછી તેઆ પોરબંદર નિવળત્તિ સુધી આવી પોચ્યાં નહિ. તેઓશ્રીમાં વિશિષ્ટતા રહી છે કે તેઓ રાજકારણીઓ રજૂઆત સાંભળતા મહત્વનું હોઇ તેમાં ધ્યાન આપતા અને બાકીની વાત બાજુએ રાખી દેતા. પરંતુ નાના માં નાનો માણસ જે ફૂટપાથ પર રહેતો હોઈ તેઓની વાત અને રજૂઆતને ધ્યાન પૂર્વક સાંભળતા અને શકયા તેટલું ન્યાય આપતા. તે સમયે ભ્રષ્ટાચાર માટે પ્રશ્નાર્થ હતો. અફસોસ એ છે કે પોરબંદરના સ્વાર્થી લોકોએ અને રાજકીય લોકોએ વિકાસશીલ દ્રષ્ટિકોણ ધરાવતા આ જિલ્લા કલેક્ટરશ્રીને સાચવી ન શકયા..
પોરબંદરનો વિકાસ મહત્વપૂર્ણ છે અને જ્યારે ભારત અખંડ રાજ્ય છે અને તેની સંસ્કળતિની ઓળખ માટે અને ભાઈચારો માટે વાહન વ્યવહાર અતિ જરૂરી છે કારણ કે એસ.ટી...રેલવે.. હવાઈ માર્ગો દ્વારા ભારતીય સંસ્કળતિના અને રાજ્યોના સંસ્કળતિનો પરિચય કરાવી શકે રાષ્ટ્રપિતા સૌના હતા અને આજે પણ સૌનો છે. પરંતુ તેની ઉપેક્ષા થાય છે માત્ર નામ ઉચ્ચારણ થી કોઈ ફાયદો નથી આજે પોરબંદર વાહન વ્યવહારના વિકાસના પ્રશ્ન અન્યાય સહન કરી રહ્યું છે પોરબંદરના રેલ્વે સ્ટેશન ની સુધારણા થઈ પણ લાભ શું ? આધુનિક રેલવે સ્ટેશન બનાવ્યું ટ્રેનો વધવાને બદલે ટ્રેન અને ઘટાડવામાં આવે છે..
પોરબંદર વાસજાળીયા વાયા ભાણવર લાલપુર કાનાલુસ જંકશન. તથા જામનગર હાપા રાજકોટ સુધી વહેલી સવારના એક શટલ ટ્રેન હતી આ ટ્રેન મધ્યમ અને ગરીબ વર્ગ માટે આર્શીવાદ સમાન હતી અને હજી છે કારણ કે પોરબંદર થી આરોગ્ય સારવાર માટે જામનગર ટ્રેન મારફતે સહેલું થઈ પડે ટિકિટ ભાડું પણ સસ્તું એક જ દિવસમાં આવજાવ થઈ શકે આવી રીતે પોરબંદર અમદાવાદ ખાસ પેસેન્જર ટ્રેન જે રીતે સોમનાથ વેરાવળ ચાલે છે તે રીતે પોરબંદર અમદાવાદ વચ્ચે આ ટ્રેન દોડાવવાનો રજૂઆત થયેલી ભાવનગર ડિવિઝનએ મોહર પણ મારેલી છે પરંતુ હજુ સુધી આ ટ્રેન ચાલુ થઈ નથી ગરીબ અને મધ્યમ વર્ગ માટે આરોગ્ય લક્ષી હતી કારણ કે અમદાવાદ સિવિલ હોસ્પિટલ અન્ય હોસ્પિટલોમાં પણ સામાન્ય નાગરિક જાતે સારવાર કરાવી શકતો હતો અને ઓછા દરે રાહત મળતી. જોકે માનવતાની દ્રષ્ટિએ આ ટ્રેનને રજૂઆત કરી હોવા છતાં મંજૂરી આપતું નથી. તેમ છતાં સરકાર વિકાસની વાતો કરતી રહે છે લોકોની તકલીફ જોતી નથી. તેવી જ રીતે એસ.ટી મહત્વના યાત્રાધામ માટે જોડવાની માંગણી ઉભી છે.
પોરબંદર-નાથદ્વારા. પોરબંદર- મુંબઈ. પોરબંદર-સારંગપુર. અન્ય કેટલીક ચાલુ બસ હતી તેના રૂપ ટૂંકાવી નાખ્યા. દા. તરીકે પોરબંદર અંબાજી પૂરતો ટ્રાફિક હોવા છતાં પણ તે ટૂંકાવી અને પાલનપુર હવે અત્યારે મહેસાણા સુધી જાય છે તે રૂટને અંબાજી સુધી લંબાવો જોઈએ પૂરતો ટ્રાફિક મળે છે ટ્રાફિકની સમસ્યા નથી તેવી જ રીતે રેલવેમાં પણ પોરબંદર હરિદ્વાર દેહરાદુન સિદ્ધાંતિક રીતે મંજૂરી મળેલ છે તેમ જાણવા મળેલ છે તે પણ લાંબા સમયથી શરૂ થયેલ નથી તેમાં પણ પૂરતો ટ્રાફિક છે ખોટ જાય તેમ નથી રાજકારણની કાળી બિલાડી આડી ઉતરી છે કે શું ? પોરબંદર મુંબઈ ટ્રાફિક પૂરતો મળે છે તેમ છતાં પોરબંદર મુંબઈ ટ્રેન આપવામાં આવતી નથી અગાઉ પૂર્વ ડી આર યુ સી સી સભ્યએ રેલવે બોર્ડમાં રજૂઆતો કરેલી જે તે સમયે રાજકોટ સૌરાષ્ટ્ર મેલ ના પાંચ કે છ બોગી કાઢી નાખવામાં આવતી હતી અને આઇડિયલ રહેતી હતી તે સૌરાષ્ટ્ર મેલ ને લિંકઅપ કરી રાજકોટ પોરબંદર વાયા ભક્તિનગર ગોંડલ જેતલસર ધોરાજી ઉપલેટા જામજોધપુર વાસજાળીયા રાણાવાવ દોડાવવા રજૂઆત કરેલ છે. તેમજ મુંબઈ સેન્ટ્રલ હાલ બાંદ્રા થી ઉપડતી સૌરાષ્ટ્ર જનતા એક્સપ્રેસ પણ પોરબંદર લિંકઅપ કરવા માંગણી કરેલી રેલવે જેનો રેલ્વે બોર્ડે અન્યાય કર્યો છે અને આ રાષ્ટ્રપિતાની જન્મભૂમિને વિકાસના નામે જંજીર પહેરાવી દીધી છે. આ જંજીર જલ્દી તૂટે તેવી લોકોને અપેક્ષા છે. અને પોરબંદરના વિકાસના દ્વાર ખુલે... દરિયાઈ રસ્તે પણ વ્યાપાર થી વિકાસ રૂંધાવી દીધો છે. રાષ્ટ્રપિતાની આ જન્મભૂમિને અન્યાય શા માટે રાષ્ટ્રપિતાએ ન્યાય અપાવ્યો છે તેની આ જન્મભૂમિને પોરબંદરને વિકાસની જંજીર પહેરાવી અન્યાય કરી રહ્યા છે માત્ર વિકાસના શબ્દો સાંભળવાના અને સમજવાના અને નબળા કામો અને ભ્રષ્ટાચાર નું સુદર્શન ચક્ર ફરતું જ રહે છે. આ સુદર્શન ચક્ર કયારે અટકશે કાયદો અને વ્યવસ્થામાં પણ આ જ સમસ્યા તેમ તેમ લોકો કહે છે પણ કહી શકતા નથી કે બોલી શકતા નથી તેની વાચા બંધ છે. તે વાચા કયારે મુક્ત થશે અને પોતાની વેદના રજૂ કરી શકશે. ? તે પ્રશ્ન છે.
(2:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
