<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 5th February 2025

પોરબંદરઃ ઇન્‍ટરવ્‍યુ વિના વિદેશમાં નોકરી અપાવવાની લાલચ આપીને ૧૯.૮૦ લાખની છેતરપીંડી

નોકરીની લાલચ આપીને વર્ક વિઝા કે ઉધરાવેલા રૂપિયા પરત નહીં આપનાર જામનગરના ર યુવાનો સામે ગુન્‍હો

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા. પઃ વિદેશમાં કન્‍સ્‍ટ્રકશન વિભાગમાં ઇન્‍ટરવ્‍યુ વિનાની નોકરી સારા પગારે અપાવી દેવાની લાલચ આપીને વર્ક વિઝા કઢાવી આપવાના બહાને કટકે કટકે ૧૯,૮૦,૦૦૦ ઉઘરાવીને વર્ક વિઝા નહીં આપીને તેમજ ઉધરાવેલા રૂપિયા પરત નહીં આપીને વિશ્‍વાસઘાત-છેતરપીંડી કરનારા જામનગરના મયુર રમેશભાઇ તથા શ્‍યામલ રણછોડભાઇ બન્ને સામે પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

ધનસક્ષ્મી સોસાયટીમાં સુનીલભાઇ સરમલીભાઇ ગોઢાણિયાએ કમલાબાગ પોલીસ સ્‍ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવેલ કે કન્‍ટ્રકશન ક્ષેત્રે યુ.કે.માં ઇન્‍ટરવ્‍યુ વિનાની નોકરી અપાવી દેવાનું કહીને જામનગરના મયુર રમેશભાઇ અને શ્‍યામલ રણછોડભાઇ એ વર્ક વિઝાના બહાને કટકે કટકે ૧૯,૮૦,૦૦૦ ઉધરાવીને વર્ક વિઝા અને લીધેલી રકમ પરત નહીં આપીને વિશ્વાસઘાત-છેતરપીંડી કરી છે.

વિશ્વાસઘાત અને છેતરપીંડી અંગે વધુ તપાસ પી.એસ.આઇ. એ.બી. દેસાઇ ચલાવી રહયા છે

(2:22 PM IST)