<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 5th February 2025

દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેકટર તરીકે પદભાર સંભાળતા આર.એમ.તન્ના

પૂર્વ કલેકટર જી.ટી.પંડ્યાને ભાવસભર વિદાય અપાઈ

દેવભૂમિ દ્વારકા : દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેકટર તરીકે આર.એમ.તન્નાએ ચાર્જ સંભાળ્યો હતો.  પદભાર ગ્રહણ કરતાં તેઓએ દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેકટર તરીકે જિલ્લાના વિકાસને અગ્રતા આપીને 'ટીમ દેવભૂમિ દ્વારકા' તરીકે કાર્ય કરવા સૌને પ્રેરિત કર્યા હતા અને જિલ્લાની પ્રગતિની સફરને વધુ આગળ વધારવા આત્મવિશ્વાસની લાગણી વ્યક્ત કરી હતી.
ઉપરાંત દેવભૂમિ દ્વારકા જિલ્લાના પૂર્વ કલેકટર જી.ટી.પંડ્યા બઢતી સાથે શિક્ષણ વિભાગમાં ઉચ્ચ પદ પર બદલી થતા ટીમ દેવભૂમિ દ્વારકા દ્વારા તેમની સાથેના સંસ્મરણો વાગોળીને વિદાયમાન આપ્યું હતું. વધુમાં રેવન્યુ સ્ટાફ અને જિલ્લાના ઉચ્ચ અધિકારીઓએ તેમના સરળ સ્વભાવ અને સક્ષમ નેતૃત્વને બિરદાવીને ઉજ્વળ ભવિષ્યની શુભકામનાઓ પાઠવી હતી.
 આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી એ.બી.પાંડોર, નિવાસી અધિક કલેકટર ભુપેશ જોટાણીયા, પ્રાંત અધિકારી એ.એસ.અવતે, કે.કે. કરમટા,નાયબ કલેકટરઓ સહિત અધિકારીઓ,કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(6:58 PM IST)