<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 5th February 2025

બેટ દ્વારકાને સંપૂર્ણપણે દબાણ મુક્ત કરાયુ: રહેણાંક-વ્યવસાયિક 467 દબાણો દૂર કરાયા

પોલીસ દ્રારા ભવિષ્યમાં પણ આ સ્થળ પર બાંધકામો ઉભા ના થાય તે માટે સઘન તપાસ હાથ ધરાશે.

બેટ દ્વારકાને ગેરકાયદેસર બાંધકામથી સંપૂર્ણ પણે દબાણમુક્ત કરવામાં આવ્યું હોવાનુ રાજકોટ રેન્જ આઈજી અશોક યાદવે જણાવ્યું હતું. છેલ્લા બે વર્ષથી બેટ દ્વારકામાં ક્રમશ: દબાણ દૂર કરવાની કામગીરી ચાલી રહી છે. અત્યાર સુધીમાં 414 રહેણાંક બાંધકામો, 33 અન્ય બાંધકામો, 20 કોમર્શિયલ બાંધકામો દૂર કરવામાં આવ્યા છે.

  પોલીસ દ્રારા ભવિષ્યમાં પણ આ સ્થળ પર બાંધકામો ઉભા ના થાય તે માટે સઘન તપાસ હાથ ધરાશે. બેટ દ્વારકા અને દ્વારકા જિલ્લાના તમામ ટાપુઓ હવે દબાણમુક્ત છે. પોલીસ આ સ્થળો પર સઘન ચેકિંગ હાથ ધરશે. જો કોઇ વ્યક્તિની શંકાસ્પદ ગતિવિધીઓ જણાશે તો કાયદેસરની કાર્યવાહી કરાશે.

(9:40 PM IST)