<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 5th February 2025

પાકિસ્તાનની જેલમાં બંધ ઉનાનાં સોખડા ગામનાં માછીમારનું મોત

છેલ્લા ૨ વર્ષમાં ૪ જેટલા ભારતીય માછીમારોના મોત થયાઃજેલમાંથી અન્ય કેદીએ પત્ર લખી મૃત્યુની જાણકારી આપતો પત્ર વાયરલ થયો

 ઊના,તા.૫

પાકિસ્તાનની લાદી જેલમાં બંદીવાન વધું એક ગુજરાતના નાં ગીર સોમનાથ જિલ્લાનાં ઉના નાં સોખડા ગામનાં  માછીમારનું બીમારી સબબ મોત થયું હોવાના સમાચાર આવતાં પરીવારજનો શોકમય બન્યા છે. ઉનાનાં સોખડા ગામ નાં બાબુભાઈ કાનાભાઈ ચુડાસમા નામનાં માછીમારની અચાનક ગત તારીખ ૨૩ જાન્યુઆરીનાં વહેલી સવારે ૪/૩૦ કલાકે બગડી હતી અને શ્વાસ ઉપડયો હતો આ સમયે તેમની સાથે રહેલાં અન્ય બંદીવાન કેદી દ્વારા તાત્કાલિક જેલની હોસ્પિટલમાં દાખલ કરાયા હતા અને તબિયત લથડતાં એમ્બ્યુલન્સ દ્વારા શહેરની હોસ્પિટલ માં લઇ જતાં રસ્તામાં મૃત્યુ થતાં ફરી વખત જેલ લાવતાં તમાંમ બંદીવાન ભારતીય માછીમારએ અંતિમ દર્શન કરીને તેમને શ્રદ્ધાંજલિ આપી એક દિવસ મૌનવ્રત રાખ્યું હતું અને બાબુભાઈ ચુડાસમાનો મૃતદેહ વહેલી તકે માદરે વતન રવાનાં કરાશે તેવો એક પત્ર સોશિયલ મીડિયા દ્વારા વાયરલ થતાં પરીવાર જનો માં શોક નું મોજું ફેલાયું છે. મૃતક ઉનાનાં સોખડા ગામ નાં માછીમાર હોય છેલ્લા ચાર વર્ષથી પાકિસ્તાનની લાદી જેલમાં બંદીવાન હોય તેમનો કેસ ચાલી જતાં સજા પણ પૂર્ણ થઈ ગઈ હતી તેમછતાં પાકિસ્તાની જેલમાં સબડી રહ્યો હતો. પાકિસ્તાન જેલમાં છેલ્લા ૨ વર્ષમાં ૪ જેટલા ભારતીય માછીમારોના મોત થયા છે.હાલ પણ પાકિસ્તાન દ્વારા અપહરણ કરાયેલ ૨૧૭ માછીમારોમાંથી ૧૮૯ માછીમારોની સજા પૂર્ણ થઈ ગઈ છે. પરંતુ માછીમારોના એમ્બેસી દ્વારા વેરીફીકેશન અભાવે પાકિસ્તાની જેલમાં સબડી રહ્યા છે.   પાકિસ્તાન મરીન સિક્યુરિટી દ્વારા માછીમારી કરી રહેલ ભારતીય બોટ અને માછીમારો ને પકડી  બંધક બનાવી પાકિસ્તાન લઈ જવામાં આવે છે અને અલગ અલગ જેલમાં ધકેલીદેવામાંઆવેછે.૧૮૯ માછીમારોએ સજા પણ પુરી થઈ ગઈ છે પરંતુ વેરિફિકેશન અભાવે પાકિસ્તાની જેલમાંથી મુક્ત થતા નથી.

(9:58 PM IST)