તા. ૨ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક સુદ – ૧૧ રવિવાર
News of Thursday, 6th February 2025
પોરબંદર બરડા ડુંગરના સાતવિરડા નેશમાં સિંહની પજવણી કરતો વીડિયો વાયરલ થયો
હાલ ત્યાં રીપેરીંગ કામ ચાલુ છે. સિંહની પજવણીનો વીડિયો વાયરલ થતા આરએફઓને તપાસ આદેશ આપ્યા .

પોરબંદર બરડા ડુંગરના સાતવિરડા નેશમાં સિંહની પજવણી કરતો વીડિયો વાયરલ થયો છે. બરડા ડુંગરના સાત વિરડા નેશ જીનપુલ તરીકે વનવિભગ હસ્તકનો છે.
જિનપુલમાં વનવિભાગના અધિકારીઓ સિવાય અન્ય કોઈને જવા પર પ્રતિબંધ છે. જિનપુલમાં હાલમાં સિંહ દીપડાનો વસવાટ છે. વનવિભાગ સિવાય કોઈ જઇ શકતું નથી તેવામાં સોશિયલ મીડિયામાં વીડિયો કેવી રીતે વાયરલ થયો તે એક મોટો સવાલ છે. હાલમાં જે જિનપુલ છે ત્યાં કલર કામ પણ ચાલી રહેલ છે તેવા સમયે વીડિઓ વાયરલ થતા અનેક સવાલો ઊભા થયા છે.
પોરબંદર વન વિભાગના ડીએફઓ સાથેની વાતચીતમાં જણાવ્યું કે, હાલ ત્યાં રીપેરીંગ કામ ચાલુ છે. સિંહની પજવણીનો વીડિયો વાયરલ થયો તે અંગે આરએફઓને તપાસ આદેશ આપ્યા છે.
(12:28 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
