<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 6th February 2025

હવે દ્વારકા અને આજુબાજુના વિસ્‍તારોમાં ડિમોલેશનની સંભાવના

છેલ્લા ર દિવસમાં જીલ્લા પોલીસવડા નિતેશ પાંડે, પ્રાંત અધિકારી અમોલ આવટેની આગેવાનીમાં ૭પ કરોડની જમીન ખુલ્લી કરાઇ

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા તા. ૬ :.. તાજેતરમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના બેટ દ્વારકા તથા ઓખા તથા દ્વારકા વિસ્‍તારમાં જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડે, પ્રાંત અધિકારી દ્વારકા લેફ. કર્નલ અમોલ અવાટે તથા ડીવાયએસપીઓ સાગર રાઠોડ, ડો. હાર્દિક પ્રજાપતિ તથા દ્વારકા મામલતદાર તથા ઓખા ચીફ એડિમટ શ્રી શુકલની આગેવાનીમાં ડીમોલેશન કરીને ૭પ કરોડ જેટલી જમીન ખુલ્લી કરવામાં આવેલી જે ઓપરેશનમાં વકફ બોર્ડ તથા ભડેલા મુસ્‍લીમ જમાત દ્વારા ગુજરાત હાઇકોર્ટમાંથી મનાઇ હુકમ લેવાતા બે સ્‍થળો પર નવ દબાણો કરાયા હતાં.

દ્વારકા પ્રાંત અધિકારીશ્રી અમોલ અવાટે એ એક મુલાકાતમાં જણાવેલ કે ૬પ૦૦ ચોરસ મીટર જગ્‍યા અને ૧.૬પ કરોડની બજાર કિંમતની ખાલી થઇ છે. હવે પછી ડીમોલેશનના રાઉન્‍ડમાં દ્વારકા કોરીડોટ સંદર્ભમાં દ્વારકા શહેર મંદિર આસપાસનાો વિસ્‍તાર, ગોમતી નદી પાસે ડિમોલેશન કરાય તેવી સંભાવના છે.

(11:02 AM IST)