<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 6th February 2025

કેશોદમાં પત્‍નીએ મિત્ર સાથે મળી પતિને ધોકાથી માર્યો

છૂટાછેડા થઈ ગયા બાદ પણ બંને સાથે રહેતા હતા

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા., ૬: કેશોદમાં બડોદર ફાગળી રોડ ઉપર પાતાળ કુવાની બાજુમાં રહેતા ડ્રાઇવિંગ કરતા ૩૫ વર્ષીય વિરમભાઈ લખમણભાઇ ગોઢણીયાએ આઠ વર્ષ પહેલા બડોદરના જ્‍યોત્‍સનાબેન દાફડા સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. લગ્ન જીવનથી એક દીકરી સંતાનમાં થઈ હતી. ૨૦૨૩માં બંનેએ છૂટાછેડા લીધા હતા. તેમ છતાં જ્‍યોત્‍સના ગત તા. ૨૨ જાન્‍યુઆરી સુધી ખુશીથી સાથે રહેતી હતી.

ગત તા. ૨૧ જાન્‍યુઆરીના રોજ ટ્રક ડ્રાઇવિંગ માટે વિરમભાઈ બહાર હતા અને સોમવારે ઘરે આવતા જાણવા મળેલ કે પત્‍ની ઘરેથી કોઈને કહ્યા વગર જતી રહી છે. આ પછી તેને શોધવા નીકળ્‍યા હતા. પરંતુ પત્‍ની મળેલ નહીં. મંગળવારે સવારે યુવક ફાગળી રોડ પર આવેલ ભરડીયા ખાતે બેઠો હતો.

ત્‍યારે જાણવા મળેલ કે પત્‍ની જ્‍યોત્‍સનાને દીપક મહેશભાઈ ભટ્ટની સાથે કોર્ટ મેરેજ કરી લીધા છે અને બંને  પ્રજાપતિ સોસાયટીમાં રહેવા માટે આવ્‍યા હોવાનું જાણવા મળતાં વિરમભાઈ દીપકના ઘરે ગયા હતા.

આથી જ્‍યોત્‍સનાને ઘરે આવવાનું કહેતા તેણીએ ના પાડી ઉશ્‍કેરાઈ જઈને લાકડાનો ધોકો માથાના ભાગે ફટકારી અને દીપકે પણ માર મારી જ્‍યોત્‍સનાએ ધમકી આપી હોવાની ફરિયાદ યુવાને કરતા પોલીસે તપાસ હાથ ધરી હતી.(૪.૧૯)

(11:03 AM IST)