<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 6th February 2025

રાપરના ગાગોદર પાસે બોલેરો પીકઅપ-છોટાહાથી અથડાતાં મામા-ભાણેજના મોત

રાજસ્‍થાનના ચંદરસિંહ રાવત અને મામા મોતરસિંહના મૃત્‍યુઃ મામાએ ઘટના સ્‍થળે, ભાણેજે રાજકોટમાં દમ તોડયો

રાજકોટ તા. ૬: રાપર કચ્‍છના ગાગોદર નજીક બોલેરો પીકઅપ અને છોટાહાથી વચ્‍ચે અકસ્‍માત સર્જાતા બોલેરોમાં બેઠેલા રાજસ્‍થાના મામા-ભાણેજના મોત નિપજતાં અરેરાટી વ્‍યાપી ગઇ હતી. બંને મારબલ ભરીને કચ્‍છ તરફ આવ્‍યા હતાં અને આ અકસ્‍માતનો ભોગ બની ગયા હતાં.

જાણવા મળ્‍યા મુજબ ગાગોદર પાસે મારબલ, ટાઇલ્‍સ ભરેલી બોલેરો પીકઅપ સાથે છોટાહાથી અથડાતાં બોલેરો ચાલક રાજસ્‍થાન બીયાવરના મોતરસિંહ ગોમસિંહ (ઉ.વ.૪૬)નું ઘટના સ્‍થળે જ કમકમાટીભર્યુ મોત થયું હતું. જ્‍યારે તેના ભાણેજ ચંદરસિંહ રાજુસિંહ રાવત (ઉ.વ.૨૦)ને ગંભીર ઇજા થતાં સામખીયાળી, મોરબી સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ તેણે પણ દમ તોડી દીધો હતો.

હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ, અશ્વિનભાઇ, ભાવેશભાઇ, તોૈફિકભાઇ, ધર્મેન્‍દ્રભાઇએ ગાગોદર પોલીસને જાણ કરી હતી. મૃત્‍યુ પામનાર મોતરસિંહને બે પુત્ર છે. તે બે ભાઇ અને એક બહેનમાં મોટા હતાં. જ્‍યારે મૃતક ચંદરસિંહ બે બહેન અને ચાર ભાઇમાં વચેટ હતો. બંને મામા-ભાણેજ રાજસ્‍થાનથી કચ્‍છ તરફ મારબલ ભરીને આવ્‍યા હતાં અને જીવલેણ અકસ્‍માતનો ભોગ બન્‍યા હતાં. બનાવથી પરિવારમાં ગમગીની વ્‍યાપી ઇ હતી. (૧૪.૫)

(11:03 AM IST)