News of Thursday, 6th February 2025
સૌરાષ્ટ્ર-કચ્છમાં ફરી ટાઢોડુઃ નલીયા ૮.૬ ડીગ્રીઃ પવનનાં કારણે ગિરનાર, રોપ-વે બંધ
રાજકોટ ૧૦.૭, જામનગર ૧ર, દીવમાં ૧ર.૧ ડીગ્રી લઘુતમ તાપમાન

રાજકોટ તા. ૬ :.. રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં આજે ફરી ટાઢોડુ છવાયુ છે. નલીયામાં ૮.૬, રાજકોટમાં ૧૦.૭, જામનગર ૧ર, દિવમાં ૧ર.૧ ડીગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે. પવનનું જોર વધતા આજે ગિરનાર રોપ-વે બંધ છે.
જુનાગઢ
(વિનુ જોશી દ્વારા) જુનાગઢ : ભારે પવનના કારણે ત્રીજા દિવસે પણ ગિરનાર રોપવે બંધ રહેવાના કારણે પ્રવાસીઓ મુશ્કેલીમાં મુકાઈ ગયા છે.
છેલ્લા ત્રણ દિવસથી પવનનું જોર વધ્યું છે ગિરનાર પર્વત પર ૬૦ થી ૭૦ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાતા ગિરનાર રોપવે સેવા પર અસર થઈ છે. આજે પણ સવારથી ગિરનાર પર્વત પર ભારે પવન ફૂંકાય રહ્યો હોવાથી પ્રવાસીઓની સલામતીને ધ્યાને રાખી ગિરનાર રોપવે બંધ રાખવામાં આવ્યો હતો.
સતત ત્રીજા દિવસે પણ ગિરનાર રોપવે બંધ રહેતા યાત્રાએ આવેલા પ્રવાસીઓ સહિતના રગાડવો રોપવેની સફરથી વંચિત રહ્યા હતા.
ગિરનાર પર્વતની સાથે સાથે જુનાગઢ સહિત સોરઠમાં પણ આજે સવારથી પવનએ માજા મુકી હતી. પવનનું જોર વધતા ઠંડીમાં ઘટાડો નોંધાયો છે. ઠંડીમાં આંશિક ઘટાડો થવાથી લોકોએ રાહત અનુભવી છે પરંતુ પવનના કારણે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે.
જામનગર
(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર : બાજરા સંશોધન કેન્દ્ર જામનગર તરફથી મળેલ તાપમાનની વિગત જોઇએ તો લઘુતમ તાપમાન ૧ર, મહત્તમ તાપમાન ર૭, ભેજનું પ્રમાણ પ૦ ટકા, પવનની ગતિ ૬.૬ કિ. મી. રહી હતી.

(1:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
