<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 6th February 2025

ભાજપના ભૂતપૂર્વ પ્રમુખ-ઉપપ્રમુખ હાલ ‘આપ' માંથી લડી રહ્યા છે

વાંકાનેર ન.પા. ચૂંટણી જંગમાં

(મહમદ રાઠોડ દ્વારા) વાંકાનેર તા. ૬ :.. માત્ર અગીયાર માસ માટે અસ્‍તિત્‍વમાં આવનારી વાંકાનેર નગરપાલીકાની નવી બોડી માટેની મધ્‍યસત્ર ચૂંટણીનો જંગ પણ રોચક જોવા મળી રહ્યો છે. આ લોકલ જંગમાં રાજયસભાના સાંસદ - વર્તમાન ધારાસભ્‍ય તથા ભૂતપૂર્વ ધારાસભ્‍ય પણ અંગત રસ દાખવી રહેલા જોવા મળી રહ્યા છે.

વાંકાનેર પાલીકા ચૂંટણી જંગમાં કેટલાક અપસેટ પણ જોવા મળી રહ્યા છે. જેમ કે, ભાજપના ભૂતપૂર્વ પાલીકા પ્રમુખ અને ઉપપ્રમુખ હાલ આમ આદમી પાર્ટીના બેનર તળે ચૂંટણી લડી રહ્યા છે તો ભાજપના ભાટી એન. પણ કોંગ્રેસના બેનર તળે ચૂંટણી લડી રહ્યા છે.

આ ચૂંટણીમાં આ વેળા ઝીરો રહેલી કોંગ્રેસ પાર્ટી કાઠુ કાઢશે તેવું જણાઇ રહ્યું છે. યુવા કોંગ્રેસ અગ્રણી અને એડવોકેટ એન્‍ડ નોટરી શકીલભાઇ પીરઝાદાની આગેવાનીમાં કોંગ્રેસે પોતાના ઉમેદવારો વોર્ડ નં. ર, ૩, અને વોર્ડ નં. ૪ માં કુલ ૧૦ ઉમેદવારો મેદાનમાં ઉતારેલ છે. તેમજ બીએસપી ના ત્રણ ઉમેદવારો વોર્ડ નં. ૭ માં લડી રહ્યા છે. તેમાંથી બીએસપીની એક બેઠક બિનહરીફ થઇ છે તેમજ ભારતીય રાષ્‍ટ્રીય કોંગ્રેસની એક બેઠક વોર્ડ નં.૭ માં બિન હરીફ થઇ છે.

હાલ ન.પા.ની વોર્ડ ૧ થી ૭ ની ર૮ બેઠકોમાંથી ૧૩ બેઠકો બિનહરીફ થતા હવે ૧પ બેઠકોની ચૂંટણીનું મતદાન આગામી તા. ૧૬-ર ને રવિવારે થશે. તેમાં ભાજપ-કોંગ્રેસ, બહુજન, આપ અને એનસીપીના ઉમેદવારો પોતાના વોર્ડમાં ઘેર ઘેર પ્રચારમાં જોડાઇ ગયા છ.ે આ વખતે ભાજપની બહુમતીવાળી ન.પા.માં નવા-જૂની થવાના એંધાણો જોવા મળે છે.

(11:43 AM IST)