તા. ૨ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૬ બુધવાર
News of Thursday, 6th February 2025
વાકાંનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણીની મહેનત રંગ લાવી :વાંકાનેર પાલિકાના ૧૩ ઉમેદવારો બિનહરીફ :હવે ૩૨ ઉમેદવારો લડશે ચૂંટણી
ધારાસભ્ય જીતુભાઈ સોમાણીની રણનીતિ સામે હરીફો ધરાશાયીઃ કોંગ્રેસ અને બસપાના એક-એક ઉમેદવાર બિનહરીફ થયા

(ભાવિન સેજપાલ દ્વારા)ટંકારા તા.૫ વાંકાનેર નગરપાલિકાની ચૂંટણીમાં આજે ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે એક ઉમેદવારે ફોર્મ પરત ખેંચ્યું છે. હવે કુલ ૨૮ વોર્ડમાંથી ૧૩ ઉમેદવારો બિનહરીફ જાહેર થયા છે. તેમાં સૌથી વધુ ૧૧ ઉમેદવારો ભાજપના છે.
વાંકાનેર નગરપાલિકાની ૨૮ બેઠકો માટે તા.૧૬ ફેબ્રુઆરીના રોજ ચૂંટણી યોજાનાર છે. જેમાં આજે ફોર્મ ભરવાનો અંતિમ દિવસ હતો. વાંકાનેર નગરપાલિકા માટે કુલ ૫૩ ઉમેદવારોએ ઉમેદવારી પત્રો ભર્યા હતા. જેમાં ફોર્મ ચકાસણી વેળાએ ૭ ઉમેદવારી પત્રો રદ કરવામાં આવ્યા હતા. જ્યારે આજે ૧ ઉમેદવારે ફોર્મ પરત ખેંચ્યું હતું. જેથી કરીને બાકી રહેલા ૪૫ ઉમેદવારોમાંથી કુલ ૧૩ ઉમેદવારોને બિનહરીફ જાહેર કરવામાં આવ્યા છે. જેમાં સૌથી વધુ ભાજપના ૧૧ ઉમેદવાર તથા કોંગ્રેસ અને બસપાના એક-એક ઉમેદવારનો સમાવેશ થાય છે. જે વોર્ડમાંથી ઉમેદવારો બિનહરીફ જાહેર કરવામાં આવ્યા છે તેમાં વોર્ડ નંબર ૧ના ૪, વોર્ડ નંબર ૫ ના ૪ અને વોર્ડ નંબર ૩ અને ૭ માંથી ૨-૨ અને વોર્ડ નંબર ૪ માંથી ૧ ઉમેદવાર બિનહરીફ જાહેર થયા છે. જોકે હવે બાકી રહેલી ૧૫ બેઠકો માટે ૩૨ ઉમેદવારો ચૂંટણી લડવાના છે. હર વખતની જેમ આ વખતે પણ વાકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણીની રાજકીય આવડત વાપરી હરીફને હફાવવા માટે આગોતરી તૈયારી કરી મોટી સફળતા મેળવી હતી.
(11:48 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
