<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 6th February 2025

દર વર્ષે ૫૦૦ નવ પરિણીત દિવ્‍યાંગ દીકરીઓને ૧૦ લાખનો કરિયાવર

માતા ડો. પ્રીતિ અદાણીના પ્રભાવ હેઠળ દિવ્‍યાંગોની મદદ માટે જીત અદાણી તૈયાર, ગૌતમ અદાણીએ પુત્ર જીત અને પુત્રવધુ દીવા લગ્ન જીવનની સફરની શરૂઆત સદાચારી સંકલ્‍પ સાથે કરી રહ્યા હોઈ ખુશી વ્‍યક્‍ત કરી જીત અદાણીના લગ્ન પ્રસંગે અદાણી પરિવારનો મોટો સંકલ્‍પ

 

 વિનોદ ગાલા દ્વારા) ભુજ તા.૬ :.. અબજોપતિ ઉદ્યોગપતિ ગૌતમ અદાણીના નાના પુત્ર જીત અદાણી પ્રભુતામાં પગલું માંડે તે પહેલા અદાણી પરિવારે ‘મંગલ સેવા' ની માંગલિક ઘોષણા કરી છે. આ નવી વિવાહિત દિવ્‍યાંગ સન્નારીઓના સંસારી જીવનમાં વહારે થવા માટેનો કાર્યક્રમ છે. આ કાર્યક્રમ હેઠળ દર વર્ષે આવી ૫૦૦ સન્નારીઓ પ્રત્‍યેકને રુ. ૧૦ લાખની કરિયાવર સ્‍વરુપ સહાય આપવામાં આવશે.

 પોતાના લગ્નના માત્ર બે દિવસ પહેલા આજે પોતાના આવાસે જીત અદાણીએ પ્રભુતામાં પગલા પાડનારા ૨૧ દિવ્‍યાંગ યુગલોને નોતરું આપી તેઓને મળી સંસારી જીવનની શુભકામનાઓ પાઠવીને આ કાર્યક્રમનું મંગલાચરણ કર્યું હતું. ઉદ્યોગ સાથે સામાજીક જવાબદારી અદા કરવાના અદાણી પરિવારની પરંપરાનો વારસો જાળવી રાખવાનો આ પહેલ દ્વારા સંકેત આપનાર જીત તા. ૭મી ફેબ્રુઆરી ૨૦૨૫ના રોજ અમદાવાદમાં દિવા શાહ સાથે લગ્નગ્રંથીથી જોડાનાર  છે.

સેવા સાધના હે, સેવા પ્રાર્થના હે, સેવા હી પરમાત્‍મા હે,  એવી પોતાની સામાજિક ફિલોસોફી સાથે ગૌતમ અદાણીએ એકસ (અગાઉ  Twitter) ઉપર પોતાના હૈયાનો હરખ વ્‍યકતા કરતા લખ્‍યું છે કે તેમનો પુત્ર જીત અને પુત્રવધુ દીવા પોતાના લગ્ન જીવનની સફરની શરુઆતનો પ્રથમ અધ્‍યાય એક સદાચારી સંકલ્‍પ સાથે કરી રહ્યા છે. તેમણે કહ્યું કે જીત અને દિવાએ  નવી પરિણીત ૫૦૦ દિવ્‍યાંગ સન્નારીઓને દસ લાખ રૂપિયાની આર્થિક સહાય પ્રદાન કરીને ‘મંગલ સેવા' કરવાનું વચન આપ્‍યું છે.

તેમણે ઉમેર્યું કે આ માંગલિક પહેલ મારફત ઘણી દિવ્‍યાંગ દીકરીઓ અને તેમના પરિવારોને જીવનમાં ખુશી અને ગૌરવના માંડવારોપણ સાથે ઉત્‍સાહિત કરવામાં આવશે. સેવાના આ પથ પર આગળ વધવાનું ચાલુ રાખવા માટે તેમણે જીત અને દિવાને આશીર્વાદ આપ્‍યા છે. હાલમાં જીત અદાણી ભારતની સૌથી મોટી એરપોર્ટ ઇન્‍ફ્રાસ્‍ટ્રક્‍ચર કંપની અદાણી એરપોર્ટ હોલ્‍ડિંગ્‍સના ડિરેક્‍ટર છે. આ કંપની તેના મેનેજમેન્‍ટ અને ડેવલપમેન્‍ટ પોર્ટફોલિયોમાં આઠ એરપોર્ટ ધરાવે છે. એરપોર્ટના વ્‍યવસાય ઉપરાંત જીત અદાણી સમૂહના સંરક્ષણ, પેટ્રોકેમિકલ્‍સ અને કોપર વ્‍યવસાયોની સંભાળ રાખવા સાથે. તે ઉદ્યોગ સમૂહના ડિજિટલ પરિવર્તનનો પણ હવાલો સંભાળે છે. ગુજરાતના મુંદ્રામાં નાના ગ્રામીણ પ્રકલ્‍પમાંથી અદાણી ફાઉન્‍ડેશનને પરિવર્તનના  વૈશ્વિક બળમાં રુપાંતરિત કરનાર જીતના  માતા ડો. પ્રિતી અદાણીના કાર્યોના ઙ્કભાવ હેઠળ ઉછરેલા જીત વ્‍યવસાયની સાથો સાથ દિવ્‍યાંગ  લોકોની વહારે ઉભા રહેવા પર ધ્‍યાન કેન્‍દ્રિત કરીને પરોપકારી પહેલ કરવામાં ઉંડો રસ ધરાવે છે.

(11:51 AM IST)