<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 6th February 2025

આટકોટમાં પુત્રીઓએ કર્યા માતાના અંતિમ સંસ્કાર : જુઓ વિડિયો

પતિ અને પુત્રનું ઘણા વખત પહેલા મૃત્યુ થયું હોય પુત્રની જવાબદારી પુત્રીઓએ પૂરી કરી:દીકરીઓ માતાની અર્થીને કાંધ દઈ નીકળતા ગામ લોકોમાં વહીઓ અશ્રુનો દરિયો

(વિજય વસાણી દ્વારા)આટકોટ તા. 6 :  રાજકોટ જિલ્લાના આટકોટ ગામે પતિ અને પુત્રની હયાતી ન હોય ત્રણ દીકરીઓએ માતાના અંતિમ સંસ્કાર કરતા ગ્રામજનોમાં અને ડાઘુઓમાં અશ્રુનો દરિયો વહ્યો હતો.

આજે સવારે આટકોટ ખાતે રહેતા રાજગોર બ્રાહ્મણ શાંતાબેન નંદલાલભાઈ મહેતા ઉં.વર્ષ 76 નું અવસાન થયું હતું શાંતાબેનના પતિ અને તેમના પુત્રનું પણ ઘણા વખત પહેલા અવસાન થયું હોય તેમની ત્રણ પુત્રી ઉર્મિલાબેન,ઇન્દુબેન અને ઇલાબેને માતાની અર્થીને કાંધ આપી અંતિમ સંસ્કાર કર્યા હતા.

સ્મશાન યાત્રા ગામમાંથી પસાર થઈ ત્યારે અને સ્મશાનમાં અંતિમ સંસ્કાર સમયે અનેક લોકોની આંખોમાંથી અશ્રુનો દરિયો વહ્યો હતો અને ભારે કરુણ દ્રશ્યો સર્જાયા હતા.

(1:00 PM IST)