<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 6th February 2025

જુનાગઢ કોર્પોરેશનની ચૂંટણીમાં કોંગ્રેસને વધુ એક ફટકોઃ વોર્ડ નંબર ૧૩ માં કોંગ્રેસના બે ઉમેદવારે ભાજપને સમર્થન જાહેર કર્યું

જુનાગઢ ભાજપના પ્રભારી કમલેશભાઈ મીરાણી સાંસદ રાજેશભાઈ ચુડાસમા, ધારાસભ્ય સંજયભાઈ કોરડીયા, જુનાગઢ ભાજપ પ્રમુખ પુનિતભાઈ શર્મા એ ઓપરેશન પાર પાડ્યું

રાજકોટ, તા.૬:      જુનાગઢ કોર્પોરેશનની ચૂંટણીમાં કોંગ્રેસને વધુ એક ફટકો  પડ્યો છે.વોર્ડ નંબર ૧૩ માં કોંગ્રેસના બે ઉમેદવારે ભાજપને સમર્થન જાહેર કર્યું છે.

આ અંગે જુનાગઢ ભાજપના પ્રભારી કમલેશભાઈ મીરાણીએ 'અકિલા'ને જણાવ્યું હતું કે વોર્ડ નંબર ૧૩ ના કોંગ્રેસના ઉમેદવાર મહેશભાઈ કેશુભાઈ ગરાડીયા અને ક્રિષ્નાબેન વિરેન્દ્રભાઈ વાઢેરે ભાજપને સમર્થન જાહેર કર્યું છે.

આ માટે જુનાગઢ ભાજપના પ્રભારી કમલેશભાઈ મીરાણી, સાંસદ રાજેશભાઈ ચુડાસમા, ધારાસભ્ય સંજયભાઈ કોરડીયા, જુનાગઢ ભાજપ પ્રમુખ પુનિતભાઈ શર્મા એ ઓપરેશન પાર પાડ્યું છે

(2:30 PM IST)