તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Thursday, 6th February 2025
રાષ્ટ્રીય સુરક્ષા માટે દબાણો અને નિર્જન ટાપુઓ માટે માસ્ટર પ્લાન ઘડેલ.... અશોક કુમાર યાદવ
ભૂતકાળમાં દરિયાકાંઠે RDX ઉતર્યાની વિસ્તૃત માહિતી મેળવી ફૂલપ્રૂફ સુરક્ષા રણનીતિ ચાર્જ સંભાળતા જ ઘડી હતી.... રેન્જ વડા અકિલા સમક્ષ ભીતરી કથા વર્ણવે છે રેન્જ વડાનાં માર્ગદર્શન હેઠળ લોકોને વિશ્વાસમાં રાખી ભેદભાવ વગર ઐતિહાસિક કાર્ય કર્યું તેની પીએમ કાર્યાલય દ્વારા નોંધ લેવામાં આવી.....દ્વારકા એસપી નિતેશ પાંડે

રાજકોટ તા.૬: દેવભૂમિ દ્વારકા અને આસપાસનાં વિસ્તારોમાં તથા ટાપુઓ ઉપર થયેલ ગેરકાયદે દબાણો રાષ્ટ્રીય સુરક્ષા માટે ખૂબ જોખમકારક હોવાના કેન્દ્રીય એજન્સીઓનાં ઇનપુટ સાથે અમારા સર્વેમાં પણ આ બાબત પ્રકાશમાં આવેલ, જેને કારણે ગેર કાયદે દબાણો દૂર કરવા મિશન નેશન ફર્સ્ટ અભિયાન શરૂ કરવામાં આવેલ તેમ અકિલા સાથેની વાતચીતમાં પડદા પાછળની કથા વર્ણવતા રાજકોટ રેન્જ વડા અશોક કુમાર યાદવ અને દેવભૂમિ દ્વારકા જિલ્લાનાં એસપી નિતેશ પાંડે દ્વારા જણાવવામાં આવેલ.
રેન્જ આઇજી પદે આવ્યા પછી ભૂતકાળમાં જે રીતે સૌરાષ્ટ્નાં દરિયા કિનારે RDX ઉત્રેલ tr બાબત પણ ધ્યાને રાખેલ.
અન્ય ગેરકાયદે મકાનો દૂર કર્યાં જેની સંખ્યા ૪૧૪ જેટલી થાય છે, લોકોના સહકારથી થયેલ આ કાર્યની નોંધ વડાપ્રધાનના કાર્યાલય સુધી લેવાઇ છે
(1:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
