<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 6th February 2025

સાવરકુંડલા પાલીકાની પેટા ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે સીધો જંગઃ આપ પાણીમાં બેસી ગયું

 

(દિપક પાંધી દ્વારા) સાવરકુંડલા, તા. ૬: સાવરકુંડલા નગરપાલિકાના વોર્ડ નંબર ત્રણના સભ્ય અને તત્કાલીન ઉપપ્રમુખ શ્રી જયસુખભાઈ નાકરાણી નું માર્ગ અકસ્માતમાં દુઃખદ નિધન થતા તેમની ખાલી પડેલી સીટ ઉપર પેટા ચૂંટણી યોજાઈ રહી છે આગામી તારીખ ૧૬ /૨ ના યોજાઈ રહેલ આ પેટા ચૂંટણીનો જંગ ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો વચ્ચે જ રહેશે કારણ કે ખૂબ ગાજતી આમ આદમી પાર્ટી એ પાલીકાની પેટા ચૂંટણીમાં પોતાનો ઉમેદવાર જ ઉતાર્યો નથી જેથી આપ પાણીમાં બેસી ગયા જેવો ઘાટ ઘડાયો છે અને ભાજપ - કોંગ્રેસ વચ્ચે જ પ્રતિષ્ઠા સમો સીધો જંગ ખેલાશે ભ્રષ્ટાચાર વિરોધી આમ આદમી પાર્ટીના કોઇ ઉમેદવાર નહિ હોવાથી પેટા ચૂંટણીમાં મતદારો એ કોંગ્રેસ અને ભાજપ ના ઉમેદવાર માંથી જ પસંદગી કરવાની રહેશે. આપ અને કોંગ્રેસ વચ્ચે સમજૂતી થઇ છે કે પછી આપ ને ઉમેદવાર મળ્યો નથી તેવી ચર્ચા એ શહેરમાં જોર પકડ્યું છે.

(2:30 PM IST)