<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 6th February 2025

માળીયા મિંયાણાના વવાણીયા ગામે યુવાનની હત્યા કરનાર બે આરોપીઓ રીમાન્ડ ઉપર

 

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી તા.૬ :  માળીયા મિંયાણા ના વવાણીયા ગામે શિકાર કરવા ગયેલ યુવાનનું બાઈક સ્લીપ થતા ફાયરીંગ થાત યુવાનનું મોત થયાની થીયરી ખોટી સાબિત કરી પોલીસે હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો છે.  જે ગુનામાં સંડોવાયેલ બે આરોપીને પોલીસે ઝડપી લઈને ે કોર્ટમાં રજુ કરતા એક દિવસના પોલીસ રિમાન્ડ મંજુર થયા છે.

મોરબીના મહેન્દ્રપરા શેરી નં ૧૦ માં રહેતા ગુલામહુશેન અબ્દુલ પીલુડીયા (ઉ.વ.૬૨) વાળાએ આરોપી અસ્લમ ગફુર મોવર રહે વાવડી રોડ મોરબી અને જાવેદ ઉર્ફે જાવલો હાજી જેડા રહે માળિયા (મી.) એમ બે આરોપીઓ વિરુદ્ધ હત્યાની ફરિયાદ નોંધાવી હતી શિકાર કરવા ગયા ત્યારે આરોપીઓએ ફરિયાદીના દીકરા વસીમ પીલુડીયા પર દેશી બંદુકમાંથી ભડાકો કરી ગંભીર ઈજા પહોંચાડી મોત નીપજાવ્યું હતું જે બનાવ મામલે પોલીસે ગુનો નોંધી બંને આરોપીને ઝડપી લઈને કોર્ટમાં રજુ કરતા કોર્ટે ગુરુવાર સુધીના પોલીસ રિમાન્ડ પર સોપ્યા છે.

(2:19 PM IST)