News of Thursday, 6th February 2025
સાણથલીના યુવાનને બંધ ખાતાનો ચેક અને ખોટુ આધાર કાર્ડ આપી કાર લઇ બે શખ્સો છૂ
રાજકોટના નિશીત મહેતા અને તેની સાથે આવેલા આશિષ નામધારી શખ્સ સામે પોલીસમાં ફરીયાદ

રાજકોટ તા. ૬ :.. જસદણના સાણથલી ગામના યુવાનને બંધ ખાતાનો ચેક અને પોટુ આધારકાર્ડ આપી રાજકોટના બે શખ્સો કાર લઇ છૂ થઇ જતાં આટકોટ પોલીસમાં ફરીયાદ થઇ છે.
પ્રાપ્ય વિગતો મુજબ સાણથલી ગામે રહેતા સંદીપભાઇ ગોબરભાઇ વેકરીયાએ આરોપી નિશીત જગદીશભાઇ મહેતા રે. ઘંટેશ્વર રાજકોટ તથા તેની સાથે આવેલ આશિષ નામધારી શખ્સ સામે આટકોટ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.
ફરીયાદમાં જણાવ્યા મુજબ ફરીયાદીએ પોતાની આઇ-ર૦ કાર નં. જી. જે.-૧૮-બીકે ર૭૧૮ વેચવી હોય ફેસબુકમાં કારના ફોટા સાથે જાહેરાત મૂકતા આરોપી નિશીત અને તેની સાથેના આશિષ નામધારી શખ્સે સાણથલી આવી કારનો સોદો પ.૩પ લાખમાં નકકી કર્યો હતો. કાર લઇ બન્ને શખ્સો નીકળીયા હતા બાદમાં આરોપી નિશીતે આપેલ રાજકોટ કોમર્શીયલ કો. ઓપરેટીવ બેન્ક રૈયા રોડ ૧પ૦ ફુટ રીંગ રોડ શાખાનો અગાઉ બ્લોક (બંધ) થયેલ ખાતાનો પ.૩પ લાખનો ચેક ફરીયાદીએ બેંકમાં વટાવતા ચેક રીર્ટન થયો હતો. ત્યારબાદ ફરીયાદી રાજકોટ બેન્કમાં જઇ તપાસ કરતા તેને આપેલ ચેકવાળુ ખાતું અગાઉથી બ્લોક હતું અને ફરીયાદીને આપેલ આધારકાર્ડ અંગે તપાસ કરતા તે આધાર કાર્ડ નિરવ ગોહીલનું હોવાનું જીલ્લા નિરવભાઇનો સંપર્ક કરતા તેઓએ જણાવેલ કે આધારકાર્ડમાં રહેલ ફોટો ખારો છ.ે અને કાર લઇ જનાર નિશીત મહેતા છે. કાર લઇ જનાર નિશીતે ફરીયાદીને આજદિન સુધી કાર કે રૂપિયા ન આપી છેતરપીંડી કરી હતી. આ ફરીયાદ અન્વયે આટકોટ પોલીસે નિશીત મહેતા સહિત બે સામે ગુન્હો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
(3:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
