News of Friday, 7th February 2025
ચુડાના કંથારીયા ગામે જુગારધામના મામલે પીઆઇ શેઠ, પીએસઆઇ જાડેજા, કોન્સ્ટેબલ સહિત ત્રણ સસ્પેન્ડ

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ, તા., ૭ : ચુડા તાલુકાના કંથારીયા ગામે આવેલ સીમવાડીમાંથી જુગારધામ ઝડપાયું હતું. જેમાં ૨ મહિલા સહિત ૬ પાસેથી ૬.૮૫ લાખની મત્તા જપ્ત કરી હતી. સ્થાનિક પોલીસની બેદરકારી બદલ સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડાએ મોટી કાર્યવાહી હાથ ધરી ચુડા PIને સસ્પેન્ડ કર્યા છે.
સમગ્ર ઘટનાને પગલે PI એમ.આર.શેઠ, PSI એચ.એચ.જાડેજા અને એક કોન્સ્ટેબલ કરણસિંહ ભાટીયાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.સુરેન્દ્રનગર એલસીબી ટીમ શનીવારે મોડી સાંજે ચુડા તાલુકામાં પેટ્રોલીંગ કરી રહી હતી. ત્યારે સ્ટાફના વિજયસીંહ પરમારને કંથારીયા ગામે આવેલ હરપાલસીંહ અનીરૂધ્ધસીંહ રાણાની વાડીમાં જુગારની બાતમી મળી હતી. આથી સ્ટાફના કુલદીપભાઈ, કીશનભાઈ સહિતનાઓને સાથે રાખી રેડ કરાઈ હતી. જેમાં વાડી માલીક હરપાલસીંહ રાણા, બરવાળાનો અજયસીંહ પરમાર, બોટાદનો ભાવીક દુદકીયા, સુમનબેન બગડીયા, ધોલેરાના ભાણગઢના ગલાલબેન પુનાણી અને ચુડાના વેજળકાનો નારણભાઈ સુંદરભાઈ કાલીયા ગંજીપાનાનો જુગાર રમતા પકડાયા હતા. જેમાં ૨,૧૧,૦૦૦, રૂપીયા ૧.૨૪ લાખના ૮ મોબાઈલ, રૂપીયા ૩.૫૦ લાખની ૨ કાર સહિત કુલ રૂપીયા ૬.૮૫ લાખનો મુદ્દામાલ કબજે કરાયો હતો. દરમીયાન હરપાલસીંહ રાણા પાસેથી બીયરના ૧૨ ટીન મળી આવતા રૂપીયા ૧૫૦૦નું બીયર કબજે કરાયુ હતુ.ડો.ગિરીશ પંડ્યા નાયબ પોલીસ નિરીક્ષક દ્વારા કાર્યવાહી થતાં પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા પામ્યો છે.
(11:01 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
