News of Friday, 7th February 2025
ખંભાળીયા કોર્પોરેશન દ્વારા દબાણ હટાવ ઝૂંબેશઃ અનેક બાંધકામો હટાવાયા
૩૦ જેટલા લોકોને નોટીસ આપ્યા બાદ કાર્યવાહીઃ મકાનો, દિવાલો દુર કરાયા

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા તા. ૭ :.. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળીયામાં પાલિકા દ્વારા અહીંના મિલન ચાર રસ્તા પાસેથી ખામનાથ તરફ જતાં રસ્તા પર આવેલા કેટલાક આસામીઓ દ્વારા રસ્તા પર દબાણો કરાતા કેટલાક સ્થળે રસ્તો સાંકડો થઇ ગયો હોય તથા દબાણકર્તાઓ પોતાના પાણી-ગંદા -કચરા રસ્તા પર નાખતા હોય ઇન્ચાર્જ ચીફ ઓફીસર રાહુલ કરમૂર તથા પાલિકા ઇજનેર એન. આર. નંદાણીયા દ્વારા રપ થી ૩૦ આસામીઓને નોટીસો આપવામાં આવી હતી. જે પછી નિયત સમય મર્યાદા પૂર્ણ થતાં હીટાચી તથા જેસીબી મશીનોથી ડીમોલેશન શરૂ કરવામાં આવ્યું હતું.
જેમાં ચાર રસ્તાથી ખામનાથ તરફ જતા રસ્તાની એક બાજુના ૧પ જેટલા દબાણો, મકાનો, દીવાલો પાડવામાં આવ્યા હતા. તથા હવે બીજી બાજુના દબાણો હટાવવાના શરૂ થયા છે.
તેલી નદી વિજય સિનેમા રોડ તરફથી પોરબંદર રોડ તરફ જવાના શોર્ટકટનો અડધો રસ્તો બની ગયો હોય બાકીનો રસ્તો બનાવવાના સ્થળે દબાણો હોય તેમને પણ નોટીસો અપાઇ હતી જે પછી પાડવાની કામગીરી શરૂ કરીને સુખનાથ પાસે પણ ત્રણ મોટા દબાણો પાડવાની કામગીરી શરૂ કરીને તોડી પડાયા છે. જયારે હજુ આઠેક દબાણો પાડવાનું કાર્ય ચાલુ છે. હજુ ૩-૪ દિવસ આ ડીમોલેશનની કામગીરી ચાલુ રહેશે તેમ ડિમોલેશન ઇન્ચાર્જ નંદાણીયાએ જણાવ્યું છે સાથો સાથ જેમ દબાણો હટતા જાય તેમ રસ્તો બનાવવાની કામગીરી પણ ચાલુ રખાઇ છે.
(12:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
