<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 7th February 2025

સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં જોરદાર પવનના સૂસવાટાઃ ગિરનાર રોપ-વે ચોથે દિ'બંધ

નલીયા ૭.૬, ડીસા ૧૧.૮, રાજકોટ ૧૩.૩, ડીગ્રી લઘુતમ તાપમાન

રાજકોટ તા. ૭ :.. રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં આજે સવારથી પવનના જોરદાર સૂસવાટા ફૂંકાઇ રહ્યા છે. જેના કારણે ઠંડી પણ યથાવત છે.

આજે સતત ચોથા દિવસે ગિરનાર રોપ-વે પવનના કારણે બંધ છે.

કચ્‍છના નલીયામાં ૭.૬, ડીસા ૧૧.૮, રાજકોટ ૧૩.૩ જામનગરમાં ૧પ ડીગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે.

જુનાગઢ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ :.. ભારે પવનના કારણે ગિરનાર રોપવે ચોથા દિવસે પણ બંધ રાખવામાં આવ્‍યો છે તો બીજી તોફાની પવનથી ઠંડીમાં ધરખમ ઘટાડો થયો છે.

આજે સતત ચોથા દિવસે પણ જુનાગઢ સહિત સોરઠમાં તોફાની પવન ફૂંકાઈ રહ્યો છે. ગિરનાર પર્વત પર ગુરુવારે પવનની પ્રતિ કલાકની ઝડપ ૭૨ કિલોમીટરની રહી હતી. આજે પણ સવારથી ગિરનાર પર્વત પર પવન ફૂંકાતા રોપવે બંધ રાખવાની ફરજ પડી હતી

સતત ચોથા દિવસે પણ પવનના કારણે રોપવે બંધ રાખવામાં આવતા પ્રવાસીઓને પરત ફરવું પડ્‍યું હતું. અને અવિરત પવન ફૂંકાઈ રહ્યો હોવાથી સીડી ચડીને ગિરનારની યાત્રા કરવાનો પણ મુશ્‍કેલ બન્‍યું છે.

જુનાગઢ શહેરમાં આજે પણ સતત ચોથા દિવસે પવનનું જોર રહ્યું છે. પવનની સાથે વંટોળ પણ ફૂંકાતો હોવાથી લોકો મુશ્‍કેલીમાં મુકાઈ ગયા છે. જૂનાગઢમાં સવારે લઘુતમ તાપમાન ૧૩.૨ ડિગ્રી રહ્યું હતું અને પવનની ઙ્કતિ કલાકની ઝડપ ૭.૨ કિલોમીટરની રહી હતી જ્‍યારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૫૦ ટકા રહ્યું હતું.

ભાવગનર

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર : ભાવનગર શહેર અને જિલ્લામાં છેલ્લા ચાર દિવસથી ઠંડો પવન ફુંકાતા વાતાવરણમાં ફૂલ ગુલાબી ઠંડી જોવા મળી રહી છે.સતત પવનના કારણે મહત્તમ તાપમાનમાં પણ નોંધપાત્ર ઘટાડો થયો છે. છેલ્લા ત્રણ દિવસથી પડી રહેલી ઠંડીના કારણે લોકોએ ફરી ગરમ વષાો ધારણ કર્યા છે.

આ વર્ષે ઋતુચક્રમાં સતત પરિવર્તન જોવા મળ્‍યું હતું, પરિણામે શિયાળાની સિઝન દરમિયાન ઠંડીના પ્રમાણમાં સતત વધઘટ જોવા મળી હતી. ભાવનગર માં છેલ્લા ચાર દિવસથી ઠંડો પવન ફુંકાતા વાતાવરણમાં ફરી ઠંડી જોવા મળી રહી છે. આજે પણ  સરેરાશ ૨૨ કિલોમીટરની ઝડપે ઠંડો પવન ફૂંકાતા મહત્તમ તાપમાન ઘટીને ૨૭.૭ ડિગ્રી નોંધાયો હતું. આજે લઘુતમ તાપમાન  ૧૬.૫ ડિગ્રી નોંધાયું હતું, પરિણામે વાતાવરણમાં ફૂલ ગુલાબી ઠંડી જોવા મળી હતી.

જામનગર

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર :.. બાજરા સંશોધન કેન્‍દ્ર જામનગર તરફથી મળેલ તાપમાનની વિગત લઘુતમ તાપમાન ૧પ, મહત્તમ તાપમાન ર૭.પ, ભેજનું પ્રમાણ ૪૩ ટકા, પવનની ગતિ ૯.૩, કિ. મી. રહી હતી. 

(11:18 AM IST)