<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 7th February 2025

આટકોટમાં પુત્રીઓએ કર્યા માતાના અંતિમ સંસ્‍કાર

 

પતિ અને પુત્રનું ઘણા વખત પહેલા મળત્‍યુ થયું હોય પુત્રની જવાબદારી પુત્રીઓએ  પૂરી કરીઃ દીકરીઓ માતાની અર્થીને કાંધ દઈ નીકળતા ગામ લોકોમાં વહીયો અશ્રુનો દરિયો

(વિજય વસાણી દ્વારા) આટકોટ તા. ૬: રાજકોટ જિલ્લાના આટકોટ ગામે પતિ અને પુત્રની હયાતી ન હોય ત્રણ દીકરીઓએ માતાના અંતિમ સંસ્‍કાર કરતા ગ્રામજનોમાં અને ડાઘુઓમાં અશ્રુનો દરિયો વહ્યો હતો.

આજે સવારે આટકોટ ખાતે રહેતા રાજગોર બ્રાહ્મણ શાંતાબેન નંદલાલભાઈ મહેતા ઉર્ં. ૭૬ નું અવસાન થયું હતું શાંતાબેનના પતિ અને તેમના પુત્રનું પણ ઘણા વખત પહેલા અવસાન થયું હોય તેમની ત્રણ પુત્રી ઉર્મિલાબેન,ઇન્‍દુબેન અને ઇલાબેને માતાની અર્થીને કાંધ આપી અંતિમ સંસ્‍કાર કર્યા હતા. સ્‍મશાન યાત્રા ગામમાંથી પસાર થઈ ત્‍યારે અને સ્‍મશાનમાં અંતિમ સંસ્‍કાર સમયે અનેક લોકોની આંખોમાંથી અશ્રુનો દરિયો વહયો હતો અને ભારે કરુણ દ્રશ્‍યો સર્જાયા હતા.

(11:56 AM IST)