<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 7th February 2025

ગોંડલના દેરડી કુંભાજી ગામે શ્રી ખોડલધામ મહિલા સમિતિ દ્વારા માં ખોડીયારના પ્રાગટય દિનની ઉજવણી

 

મોવિયાઃ દેરડી કુંભાજી ગામે શ્રી ખોડલધામ મહિલા સમિતિ દ્વારા મહા સુદ આઠમ નાં દિવસે મા ખોડીયાર ના પ્રાગટય દિવસ નિમિત્તે ખોડલધામ મહિલા સમિતિ દ્વારા મા ખોડલ ની મહા આરતી તેમજ તેમનું પૂજન કરવામાં આવ્‍યું હતુ.  તેમજ આ મહા આરતી દરમિયાન મહિલાઓ દ્વારા વિશેષ પ્રકાર ની માતાજી ની આરતી તેમજ પૂજા માટે ની ડીશ તૈયાર કરવામાં આવી હતી અને માતાજી ને પ્રસાદ ધરવામાં આવ્‍યો હતો  અને અંતે સૌ બહેનો એ માતાજી ની આરાધના કરી ને માં નાં ગરબા ગાયા હતા આ મહાઆરતી માં સમાજ ના આગેવાનો તેમજ સંસ્‍થા નાં આગેવાનો પણ ઉપસ્‍થિત રહ્યા હતા. (તસ્‍વીર- અહેવાલઃ અશોક પટેલ)

(11:59 AM IST)