News of Friday, 7th February 2025
સાયલા પાસે ટ્રકચાલકનું વાહનની અડફેટે મોત
રાત્રે ટ્રક મૂકીને મળતક રસ્તો ઓળંગતો હતો

વઢવાણ તા.૭: સાયલા તાલુકામાં છેલ્લા કેટલાક સમયથી અકસ્માતો ચિંતાજનક વધી રહ્યા છે. ત્યારે બુધવારની રાત્રીએ પરપ્રાંતીય ટ્રકચાલક પોતાની ટ્રક મૂકીને રસ્તો ઓળંગી રહ્યો હતો. આ દરમિયાન પૂર ઝડપે આવતા અજાણ્યા વાહન ચાલકે અડફેટે લીધો હતો. જેમાં તેનુ મોત થયુ હતુ. આ ટ્રકચાલકને માથાના ભાગે ગંભીર ઈજા થતાં તે રાતે બેભાન હાલતમાં રસ્તા વચ્ચે જોવા મળતો હતો. રાત્રિના સમયે હોવાને કારણે અન્ય વાહનચાલકોએ પણ રસ્તા વચ્ચે પડેલા ચાલકને અડફેટે લીધા હોય તેવી દહેશત વ્યક્ત થતી જોવા મળે છે. આ બાબતને સાયલા પોલીસને જાણ થતાં ઘટના સ્થળે દોડી ગયા હતા. અને મળતકની લાશને સાયલા દવાખાને પીએમ માટે મોકલી આપી હતી. પોલીસે અજાણ્યા ટ્રક ચાલક ની ઓળખ બાબતે તપાસ હાથ ધરી હતી. જેમાં અન્ય ટ્રકચાલક પાસેથી ટ્રક વાહનના માલિકોનો સંપર્ક કરતા મળતક ટ્રકચાલક આઝમગઢના બોર્ડ હરા ગામના ૩૬ વર્ષના અરવિંદભાઈ મુન્નાભાઈ યાદવ હોવાનું બહાર આવ્યું હતું.
(12:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
