<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 7th February 2025

જુનાગઢમાં પ્રાંત અધિકારી ધવલ રવિયા અને વિનુ જોષીનુ રાજગોર સમાજ દ્વારા સન્‍માન

જુનાગઢ : ધ ફર્નલિયો રિસોર્ટ ખાતે રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિ વતી જગદીશભાઇ ભરાડ (દવે) દ્વારા તાજેતરમાં અમદાવાદ સીટી ઇસ્‍ટના રોલમાં મામલતદાર તરીકે ફરજ બજાવી બઢતી મેળવી ભાવનગર જિલ્લાના મહુવા પ્રાંત અધિકારી તરીેકે નિમણુક પામેલ યુવા અધિકારી ધવલકુમાર અરવિંદભાઇ રવિયાનું તેમને બઢતી મળવા બદલ અને અકિલાના માધ્‍યમથી રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિના વિવિધ સમાચારોનુ પ્રચાર અને પ્રસાર કરવા બદલ અકિલાના પત્રકાર વિનુભાઇ જોષીનું પુષ્‍પગુચ્‍છ આપી સન્‍માન કરાયુ હતું ઉપરોકત તસ્‍વીરમાં ધવલ રવિયાનું પુષ્‍પગુચ્‍છ આપી સન્‍માન કરતા જગદીશભાઇ ભરાડ સાથે નિવૃત એએસઆઇ અરવિંદભાઇ રવિયા તથા શ્રીમતી અસ્‍મિતાબેન રવિયા હિમાંગીબેન તેમજ વિનુભાઇ જોષીનું સન્‍માન કરતા અરવિંદભાઇ રવિયા તેમજ ન્‍યુઝીલેન્‍ડ થી ૧ માસ માટે માદરે વતન જુનાગઢ ખાતે આવેલ વિનુભાઇ જોષીના પુત્ર વિરલનું પુષ્‍પગુચ્‍છ આપી સન્‍માન કરતા એડવોકેટ માર્કન્‍ડ દવે વગેરે નજરે પડે છે. (અહેવાલ : વિનુ જોષી, તસ્‍વીર મુકેશ વાઘેલા જુનાગઢ)

 

 

(12:02 PM IST)