News of Friday, 7th February 2025
ખોડલધામ સંસ્થા નથી પણ એક વિચાર છેઃ નરેશભાઇ
શ્રી ખોડલધામ મંદિરે શ્રી ખોડલધામ યુવા સમિતી દ્વારા કન્વીનર મીટ અને ધ્વજારોહણ કાર્યક્રમ

રાજકોટઃ શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના નેજા હેઠળ કાર્યરત શ્રી ખોડલધામ યુવા સમિતિ દ્વારા શ્રી ખોડિયાર જયંતીના પાવન અવસર નિમિત્તે શ્રી ખોડલધામ મંદિરે ઓલ ગુજરાત કન્વીનર મીટ અને ધ્વજારોહણ કાર્યક્રમનું આયોજન ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ચેરમેનશ્રી નરેશભાઈ પટેલની અધ્યક્ષતામાં યોજાયેલ. સમિતિમાં નવા નિયુક્ત થયેલા કન્વીનરો અને સભ્યોને ખોડલધામનો ખેસ પહેરાવીને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે નરેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, ખોડલધામના આગામી કાર્યક્રમોનું મંથન અને સંગઠનનો વ્યાપ કેવી રીતે વધારવો તેનું ચિંતન કરી રહ્યા છો ત્યારે આપ સૌને અભિનંદન. ખોડલધામનો મુખ્ય ઉદ્દેશ સંગઠન બનાવવું અને સંગઠિત રહેવાનો છે. હું હંમેશા કહું છું કે ખોડલધામ સંસ્થા નથી પણ એક વિચાર છે. આપણો સમાજ ખૂબ સરળ છે, સંયમતાથી જીવીએ છીએ અને બીજા સમાજને મદદરૂપ થઈને આગળ વધી રહ્યા છીએ. આપણા આ વિચારે દરેક ઘર સુધી પહોંચે અને મજબૂત થઈને રાષ્ટ્રની સેવામાં જોડાઈએ તેવી સૌ યુવાનોને અરજ કરું છું. શ્રી ખોડલધામ યુવા સમિતિનો વ્યાપ વધુ ને વધુ વિસ્તરે અને તમામ યુવાનો આ સંગઠનમાં જોડાય તેવી મા ખોડલને ્પ્રાર્થના. શ્રી ખોડિયાર જયંતીના પાવન પર્વ નિમિત્તે શ્રી ખોડલધામ યુવા સમિતિ દ્વારા આયોજિત કન્વીનર મીટ અને ધ્વજારોહણ પ્રસંગે ગુજરાતભરમાંથી શ્રી ખોડલધામ યુવા સમિતિના કન્વીનરો, સભ્યો, ટ્રસ્ટીઓ સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા. ધ્વજાજીનું પૂજન વાજતે-ગાજતે રાસ-ગરબા રમીને સૌ યુવાનોએ શ્રી ખોડલધામ મંદિરે ધ્વજારોહણ કર્યું હતું. તેમ યાદીમાં જણાવાયું છે.
(12:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
