News of Friday, 7th February 2025
પોરબંદર સાંદીપનીમાં શ્રી હરિમંદિરમાં પુ.ભાઇશ્રીની નિશ્રામાં પાટોત્સવ સંપન્ન
અનેકવિધ ધાર્મિક, આધ્યાત્મિક, સેવાકીય કાર્યક્રમો યોજાયાઃ દેવી-દેવતાઓની મૂર્તિઓનું ષોડશોપચાર પુજન-અર્ચન

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા.૭: પોરબંદરના સાંદીપનિ વિદ્યાનિકેતનમાં આવેલા શ્રીહરિ મંદિરમાં શ્રીહરિ મંદિરનો ૧૯ મો પાટોત્સવ પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાના સાન્નિધ્યમાં અનેકવિધ ધાર્મિક, આધ્યાત્મિક અને સેવાકીય કાર્યક્રમો સાથે ભક્તિભાવપૂર્વક તા.૦૨-૦૨-૨૫ થી તા.૦૪-૦૨-૨૫ દરમ્યાન ઉજવાયો. જેમાં તા.૦૪-૦૨-૨૫, મહાસુદ સપ્તમી રથસપ્તમીના પાટોત્સવના મુખ્ય દિવસે પ્રતિવર્ષ અનુસાર શ્રીહરિમંદિરમાં બિરાજમાન બધા જ દેવી-દેવતાઓનો વિવિધ દ્રવ્યો વડે મહાભિષેક કરવામાં આવ્યો હતો.
રથસપ્તમીના પાવન દિવસે શ્રીહરિ મંદિરમાં પ્રાતઃકાલે પૂજ્ય ભાઈશ્રી અને સર્વે મનોરથીઓ દ્વારા શ્રીહરિ મંદિરમાં પ્રતિષ્ઠિત સર્વે દેવી-દેવતાઓની ઉત્સવ મૂર્તિઓનું ષોડશોપચાર પૂજન-અર્ચન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ પૂજ્ય ભાઈશ્રી ના પાવન કરકમલો દ્વારા શ્રીહરિ મંદિરના તમામ દિવ્ય વિગ્રહોનો વિવિધ દ્રવ્યો અને વિવિધ ઉપચાર વડે શ્રીહરિના દિવ્ય નામ સંકીર્તન અને મંત્રોચાર સાથે મહાભિષેક કરવામાં આવ્યો.
શ્રીહરિ મંદિરના પાટોત્સવનો આ એકજ દિવસ હોય છે કે જે દિવસે તમામ વિગ્રહોના દિવ્ય અભિષેકના દર્શનનો લ્હાવો દરેક ભાવિકોને પ્રાપ્ત થાય છે. મહાભિષેક થયા બાદ તમામ દિવ્ય વિગ્રહોને નૂતન વષા અર્પણ કરવામાં આવ્યા, દિવ્ય શળંગાર કરવામાં આવ્યો અને ત્યારબાદ શ્રીહરિ મંદિરમાં બિરાજમાન પ્રતિષ્ઠિત વિગ્રહોની પૂજ્ય ભાઈશ્રી દ્વારા તિલકવિધિ સંપન્ન કરવામાં આવી હતી.
અંતમાં શ્રીહરિ મંદિરના દિવ્ય શળંગારથી સુસજ્જિત સર્વે વિગ્રહોની આરતી કરવામાં આવી હતી. આજના આ પાટોત્સવ દિવસની શાષાોકત પ્રમાણેની બધી જ વિધિ સાંદીપનિની વૈદિક રિચ્યુઅલ ટીમના ઋષિઓ દ્વારા કરવામાં આવી હતી. પૂજ્ય ભાઈશ્રીએ આશીર્વચન પાઠવ્યા હતા અને સૌ મનોરથીઓને આશીર્વાદ આપ્યા હતા.
શ્રીહરિ મંદિરના ૧૯મા પાટોત્સવના મુખ્ય મનોરથી તરીકે પ્રહલાદભાઈ શંકરલાલ ઠક્કર પરિવાર, આંજનેય ગ્રુપ, અમદાવાદ દ્વારા સેવા આપવામાં આવી હતી. શ્રીહરિ મંદિરમાં સંપન્ન થયેલા મનોરથોના દરેક મનોરથીને યાદ કરીને પૂજ્ય ભાઈશ્રીએ આશીર્વાદ આપ્યા હતા. આ પાટોત્સવના મહાભિષેક અને સંપૂર્ણ વિધિના દર્શનનો લાભ લેવા માટે સોશ્યલ મીડીયાના માધ્યમથી અનેક લોકો જોડાયા હતા અને દર્શનનો લ્હાવો લીધો હતો.
શ્રીહરિ મંદિરના ત્રીજા દિવસે અને ભાગવત ચિંતન શિબિરના ચોથા અને અંતિમ સત્રમાં શ્રીમદ્ ભાગવતના વિવિધ વિષયોને લઈને પ્રવચન પ્રસ્તુત થયા. જેમાં ડો. ચિંતન દવે દ્વારા વળત્રાસુર ચતુશ્લોકી તથા કથાકાર ઋષિ શ્યામભાઈ ઠાકર દ્વારા ‘‘ભાગવતે અમળતમ'' વિષય પર શાષાીય ગ્રંથોના આધારે પ્રવચન આપવામાં આવ્યા. ભાગવત ચિંતન શિબિરમાં આવેલા સર્વે વક્તાઓનું પૂજ્ય ભાઈશ્રી દ્વારા સન્માન કરવામાં આવેલ હતું.
શ્રીહરિ મંદિરના પાટોત્સવના વિરામ દિવસે સાયં આરતી પછી શ્રીહરિભગવાનના સાંદીપનિ નગર દર્શનના ભાવ સાથે ઠાકોરજીને સુસજ્જિત કરેલી પાલખીમાં બિરાજિત કરીને શ્રીહરિનામ પૂર્વક કીર્તન સાથે પૂજ્ય ભાઈશ્રીના પાવન સાન્નિધ્યમાં અને પાટોત્સવમાં આવેલા ભાવિકો સાથે પાલખીયાત્રા સંપન્ન કરવામાં આવી હતી. પાલખીયાત્રાના અંતમાં ઠાકોરજીની આરતી કરીને એ સાથે શ્રીહરિ મંદિરના ૧૯મા પાટોત્સવને વિરામ આપવામાં આવ્યો હતો. (તસ્વીરઃ મુકેશ વાઘેલા- જુનાગઢ)
(12:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
