News of Friday, 7th February 2025
માળીયા મિંયાણા પાસે જવલનશીલ પ્રવાહી સાથે બેને મોરબી એલસીબીએ ઝડપી લીધા
ટેન્કર-ટ્રક સહિત ૭ર.રપ લાખનો મુદામાલ કબ્જેઃ મોરબીના ધર્મેશ ચાવડાની શોધ

તસ્વીરમાં પકડાયેલ બન્ને શખ્સો (નીચે બેઠેલા) સાથે મોરબી એલસીબીનો કાફલો નજરે પડે છે. (તસ્વીર રજાક બુખારી માળીયા મિંયાણા)
(રજાક બુખારી દ્વારા) માળીયા મિંયાણા તા. ૭ :.. માળીયામિંયાણા જામનગર હાઈવે ઉપર પીપળીયા ચાર રસ્તા નજીક મોરબી એલસીબી ટીમે ડેલામાં દરોડો પાડીને અનઅધિકળત પેટ્રોલીયમ પ્રવાહીનો જથ્થો અને ટેન્કર મળી લાખો રૂપિયાના મુદ્દામાલ સાથે બે શખ્સોને દબોચી લીધા હતાં.
મળતી વિગત મુજબ મોરબી એલસીબી ટીમને ખાનગી રાહે હકિકત મળેલ કે પીપળીયા ચોકડીથી આગળ રાધેક્રિષ્ના હોટલ પાછળ આવેલ પોતાના ડેલામાં આરોપી ધર્મેશ ઉર્ફે હક્કાભાઇ બાબુભાઇ ચાવડા રહે. હાલ મોરબી વાળા ગેરકાયદેસર અનઅધિકળત રીતે ઇન્ડસ્ટ્રીયલ ઓઇલના નામે ભળતા ભેળસેળ યુકત જવલનશીલ પેટ્રોલીયમ પ્રવાહીનો જથ્થો નાના ટેન્કરમાં ભરીને બહારથી આવતી ટ્રકોમાં ગેરકાયદેસર રીતે ભરી આપે છે.
રેઇડ કરતા બીલ કે આધાર પુરાવા વગરના કુલ કી.રૂ.૫૭,૨૫,૦૦૦ના મુદામાલ સાથે બે ઇસમો મળી આવતા બી. એન. એસ. એસ. કલમ-૧૦૬(૧) મુજબ કબજે કરી માળીયામિંયાણા પોલીસ સ્ટેશન ખાતે જાણવા જોગ નોંધ કરાવી આગળની ધોરણસરની કાર્યવાહી કરેલ છે.
મોરબી એલસીબી ટીમે પકડેલા મુદામાલમાં પેટ્રોલીયમ પ્રવાહી લીટર ૨૫૦૦ રૂ.૧,૭૫,૦૦૦ એક નાનુ ટેન્કર રૂ.૧૦,૦૦,૦૦૦ GJ-૧૮-AX ૫૨૦૬ રૂ.૩૦,૦૦,૦૦૦ ટ્રક રજી.નં. GJ-૨૩-AT-૫૦૭૪ રૂ. ૩૦,૦૦,૦૦૦ અને ઇલેકટ્રીક ફયુઅલ પંપ કી.રૂ.૫,૦૦૦૦ મળી કુલ રૂ. ૭૨,૨૫,૦૦૦ નો મુદામાલ કબ્જે કરીને કાર્યવાહી કરેલ છે જેમાં પકડાયેલા રાજુસિંહ મુન્નાલાલ ઠાકોર ઉ.વ.૩૮ ધંધો-ડ્રાઇવીંગ રહે, અયોધ્યાકુંજ કોલોની ધોલપુર રાજસ્થાન વિનોદસિંગ જાનકીપ્રસાદ ઠાકોર ઉ.વ.૪૦ ધંધો-ડ્રાઇવીંગ રહે.દેવગઢ તા.બહા જી.આગ્રા (યુ.પી) તેમજ સ્થળ ઉપર હાજર નહી મળી આવેલ ધર્મેશ ઉર્ફે હક્કાભાઇ બાબુભાઇ ચાવડા રહે.હાલ મોરબી વાળા ગેરકાયદેસર અનઅધિકળત રીતે ગોરખધંધા ચલાવતા હતા જેની ઉપર મોરબી એલસીબી ત્રાટકી હતી.
(12:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
