News of Friday, 7th February 2025
જસદણમાં મકાનમાં નીચેના રૂમમાંથી તસ્કરો પ લાખના દાગીના અને રોકડ ચોરી ગયા
ઉપર સુતેલા બે ભાઇઓના રૂમના દરવાજા બહારથી બંધ કરી તસ્કરોએ નિરાંતે કામ પાર પાડયું

રાજકોટ, તા., ૭ : જસદણમાં તસ્કરોએ મકાનમાં ઉપર સુતેલા બે ભાઇઓના રૂમના દરવાજા બહારથી બંધ કરી નીચેના રૂમમાંથી પ લાખના દાગીના અને રોકડ ચોરી કરી ગયા હતા.
પ્રાપ્ત વિગતો મુજબ જસદણમાં આટકોટ રોડ રાધેશ્યામનગર વડલાવાળી શેરીમાં રહેતા સુનીલભાઇ પ્રભુભાઇ સાંગડીયાના મકાનમાં નીચેના રૂમમાં તસ્કરોએ પ્રવેશી સોનાના બે હાર, નાની મોટી સોનાની વીટી નંગ -૧૧ કિ. પ લાખ તથા ૧૦ હજારની રોકડ મળી કુલ પ.૧૦ લાખની મતા ચોરી કરી ગયા હતા.
ફરીયાદી અને તેના ભાઇ ઉપર રૂમમાં સુતા હતા તે બન્ને રૂમના દરવાજા બહારથી તસ્કરોએ બંધ કરી નીચેના રૂમમાં નિરાંતે કામ પાર પાડયું હતું. ફરીયાદીના માતા તથા તેનો ભાઇ નીચે રહે છે. ફરીયાદીના માતા બહેન સવારે પ વાગ્યે સત્સંગમાં ગયા ત્યારે તસ્કરોએ નીચેના રૂમમાં પ્રવેશી તિજોરીમાંથી દાગીના અને રોકડની ચોરી કરી હતી.
આ અંગે સુનીલભાઇએ અજાણ્યા ઇસમો સામે ફરીયાદ કરતા જસદણ પોલીસે ગુન્હો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
(12:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
