News of Friday, 7th February 2025
માળીયામિંયાણા પાસે આવકવેરાના સર્ચ ઓપરેશનમાં દસ્તાવેજી પુરાવા મળ્યાની ચર્ચા
દેવ સોલ્ટ પ્રાઇવેટ લી.માં ટીમો દ્વારા તપાસનો ધમધમાટ

(રઝાક બુખારી દ્વારા) માળીયામિંયાણા,તા.૭ : માળીયા મિંયાણા કચ્છ નેશનલ હાઈવે પર વર્ષોથી દેવ સોલ્ટ પ્રાઈવેટ લીમીટેડ મીઠાની ફેકટરી ધરાવતા અને રાજકિય મોટી વગ ધરાવતા કંપનીના માલીક ડી.એસ.ઝાલા અને હિતેન્દ્રસિંહ ઝાલાની કંપની અને રાજકોટ જામનગર ગાંધીધામ પેઢીઓ પર ઈન્કમટેક્ષની ૨૫ જેટલી ટીમો દ્રારા દરોડા પાડી સર્ચ ઓપરેશન હાથ ધરવામા આવ્યુ હોવાનુ અને મોટી કરચોરી પકડાય તેવી શકયતાઓ સેવાઈ રહી છે.
આ સર્ચ ઓપરેશન દ્રારા આવકવેરાની ટીમને અમુક દસ્તાવેઝી પુરાવાઓ પણ મળ્યા હોવાનુ તેમજ આ કંપનીના માલીક રાજકીય વ્યકિતના સબંધી થતા હોવાની પણ ચર્ચા જાગી છે ત્યારે કેટલી કરચોરી ઝડપાશે તે તપાસ બાદ જ જાણી શકાશે?
(12:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
