<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 7th February 2025

જામનગરના મીઠાના ઉત્પાદક દેવ સોલ્ટ ફેક્ટરીના ડી.એસ.ઝાલા અને હિતેન્દ્ર ઝાલાને ત્યાં સર્ચ ઓપરેશન

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૭ : ગુજરાતના મોટા શહેરોમાં આવકવેરા વિભાગના દરોડા પાડ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. મીઠાના વેપારી ઉપર દરોડાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે જાણીતા દેવ ગ્રૂપ ઉપર આ સર્ચ હાથ ધરવામાં આવી રહ્યું છે. જામનગરના મીઠાના ઉત્પાદક એવા દેવ સોલ્ટ ફેક્ટરી માળિયા ખાતે આવેલી છે. ડી.એસ.ઝાલા અને હિતેન્દ્ર ઝાલાને ત્યાં પણ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. તેમની અમદાવાદ ઉપરાંત રાજકોટ તેમજ ગાંધીધામમાં આવેલ પેઢી ઉપર દરોડા પાડવામાં આવ્યા છે. ઇન્કમટેક્સ વિભાગની 25 જેટલી ટીમના 100 જેટલા અધિકારીઓ દ્વારા આ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. (તસવીર : કિંજલ કારસરીયા, જામનગર)

(12:52 PM IST)