News of Friday, 7th February 2025
પરબધામમાં પૂ. કરશનદાસબાપુની અધ્યક્ષતામાં સોમવસંત યજ્ઞોત્સવ-તિલકવિધી સંપન્ન
સંતો, મહંતો, ગોંડલ-રાજકોટના સ્ટેટ સહિત મોટી સંખ્યામાં ભાવિકોની ઉપસ્થિતી

(કેતન ઓઝા દ્વારા) જેતપુર, તા., ૭ : સૌરાષ્ટ્રના સુપ્રસિધ્ધ પવિત્ર યાત્રાધામ શ્રી સત સત્સંગ આશ્રમ પરબધામ ખાતે યોજાયેલ ચાર દિવસીય સોમવસંત દિવ્ય યજ્ઞોત્સવમાં લઘુમહંત અર્થ પરિવ્રજક ધનાધ્યક્ષ તરીકેની ધર્મ તિલક વિધિ (ચાદરવિધી) સંતો-મહંતોની ઉપસ્થિતિમાં કરવામાં આવી.
જીવ માત્રનું પરમ કલ્યાણ થાય. વિશ્વમાં શાંતિ, સુખ, સમૃધ્ધિ, શકિત અને ભકિત વધે સનાતન ધર્મના તમામ પાયાઓનું સિંચન થાય સંસ્કૃતિ અને યજ્ઞ પરંપરાનું રક્ષણ થાય તેવા શુભ આશયથી પરબના મહંત પુજય શ્રી કરશનદાસ બાપુના સાનિધ્યમાં અશ્વમેઘ યજ્ઞ તથા રાજસુય યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય એવા દિવ્ય શ્રી સોમવસંત યજ્ઞનું આયોજન પરબધામ ખાતે ૪ દિવસનું કરવામાં આવેલ. જેમાં આ સંસ્થાના લઘુમહંત શ્રી સનાતનદાસ બાપુ ગુરૂશ્રી કરશનદાસ બાપુ તથા અર્થ પરિવ્રજક તરીકે પુનર્વાદાસબાપુ ગુરૂશ્રી કરશનદાસ બાપુ ઘનાધ્યક્ષ તરીકે શંભુતીદાસ માતાજી ગુરૂશ્રી કરશનદાસ બાપુની વિધિવત તિલકવિધિ નારાયણનંદ સરસ્વજી (દ્વારકા શંકરાચાર્યના પ્રતિનિધિ) મહંત શ્રી મહેશગીરીજી (ગુરૂશ્રી અમૃતગીરીજી રાણપુર) મહંતશ્રી વિજયદાસ બાપુ ગુરૂશ્રી જીવરાજબાપુ (સતાધાર) જનકસિંહ ગુરૂશ્રી હરીસીંગ સાહેબ (છલાળા) મહાદેવગીરી બાપુ (વાઘણીયા) બલદેવદાસ બાપુ (ઠાંસા) આઇશ્રી દેવલમાં (બલીયાવડ) આઇશ્રી મનુમા (ચીરોડા) આદ્ય શ્રી કંચનમા (મઠડા) મહાદેવ ભારતી બાપુ (જુનાગઢ) શ્રી હિમાંશુ સિંહજી (સ્ટેટ ઓફ ગોંડલ) શ્રી માંધાતાસિંૅહજી (સ્ટેટ ઓફ રાજકોટ) ની ઉપસ્થિતિમાં ચાદર વિધિ કરવામાં આવેલ.
(1:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
