News of Friday, 7th February 2025
ગીરનાર આમકુ બીટ કાશ્મીરી બાપુ ની જગ્યા ખાતે પુણ્યતિથિ ઉજવાઇજુનાગઢ

ગીરનાર ક્ષેત્રમાં આવેલા આમકુ બીટ ખાતે પૂજ્ય કાશ્મીરી બાપુ ની પાવન જગ્યા ખાતે પૂજ્ય બાપુ ની ત્રીજી પુણ્યતિથિ નિમિત્તે ભંડારો મહાપ્રસાદ સમાધી પુજન અને રાત્રિના સંતવાણી નો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો જેમાં ગિરનાર મંડળના સાધુ સંતોની હાજરીમાં જગ્યાના મહંત શ્રી નર્મદા પુરી માતાજીએ પધારેલા સાધુ સંતોનો ભંડારો ભોજન મહાપ્રસાદ અને ભેટ પૂજા પ્રસાદી રૂપે અપાય હતી આ પ્રસંગે જગ્યાના સેવકો અને ભાવિકજનો મોટી સંખ્યામાં હાજર રહી અને પૂજ્ય બાપુની પુણ્યતિથિ ઉજવવામાં આવી હતી વહેલી સવારથી સાંજ સુધી આ કાર્યક્રમ ઉજવવામાં આવ્યો હતો. (અહેવાલઃ વિનુ જોશી, તસ્વીરઃ મૂકેશ વાઘેલા. જૂનાગઢ)
(1:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
