News of Friday, 7th February 2025
જૂનાગઢની પ્રેમાનંદ વિદ્યામંદિર ખાતે બે દિવસમાં ત્રિવેણી પ્રકારે વાર્ષિકોત્સવ અભિવ્યક્તિ ૨૦૨૫ ઉજવાયો

જુનાગઢ, તા.૭: અંગ્રેજી માધ્યમ તથા ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ ૧૦ જેટલી થીમો ઉપર પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. ગણિત, દૈનિક જીવનમાં વિજ્ઞાન, ઐતિહાસિક પાત્રો દ્વારા જીવન દ્રષ્ટાંતો, આધ્યાત્મ અને વિજ્ઞાન, અંતરીક્ષમાં ઈસરોના પ્રયાસો, એઆઇ આપણો મિત્ર, જુનાગઢની ઐતિહાસિક સફર, હવામાન અને પર્યાવરણ - આપણી જવાબદારી આપણું ભવિષ્ય, રામાયણની વિશિષ્ટ બાબતો તથા શ્રી પ્રેમાનંદ વિદ્યા મંદિરની વિશિષ્ટ શૈક્ષણિક પદ્ધતિઓ જેવા વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત બાળકો દ્વારા વિવિધ સંસ્કળતિ કાર્યક્રમની રજૂઆતો થઈ હતી. ખૂબ જ ક્રિએટિવિટી તથા વર્તમાન સમાજના સળગતા પ્રશ્નોનું સોલ્યુશન આપતા વિવિધ કાર્યક્રમો નળત્યો, નાટકો વગેરે રજુ કરવામાં આવ્યા હતા. આ સાંસ્કળતિક કાર્યક્રમ શનિવારે ગુજરાતી માધ્યમ તથા રવિવારે અંગ્રેજી માધ્યમનો યોજવામાં આવ્યો હતો. પ્રેમાનંદ સ્કૂલના આ ત્રિવેણી કાર્યક્રમની વિશેષતા એ હતી કે સંપૂર્ણપણે સ્કૂલના સ્ટાફ વિદ્યાર્થીઓ તથા વાલીઓના સહયોગથી જ તૈયાર કરવામાં આવેલ હતા. આમાં બાહ્ય પ્રોફેશનલની કોઈ રજૂઆતો ન હતી. કાર્યક્રમની દરેક કળતિઓનું એન્કરિંગ પણ સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા જ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં પૂજ્ય સદાનંદ બાપુ, પૂજ્ય ગણેશાનંદ બાપુ, ગિજુભાઈ ભરાડ, લંડનથી પધારેલા અજયભાઈ ગુટકા, જ્યોતિબેન ગુડકા, ધારાસભ્ય સંજયભાઈ કોરડીયા, પૂર્વ ધારાસભ્ય ભીખાભાઈ જોશી ઉપરાંત અનેક મહાનુભાવો હાજર રહ્યા હતા. આ તકે સંસ્થાના ડાયરેક્ટર ડો. માતંગભાઈ પુરોહિત દ્વારા સૌ મહેમાનોનું અભિવાદન કરવામાં આવ્યું હતું. (અહેવાલઃ જોશી, તસ્વીરઃ મુકેશ વાઘેલા જુનાગઢ)
(1:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
