<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 7th February 2025

ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજ જુનાગઢ દ્વારા શામજીબાપુની ૪૨મી પુણ્‍યતિથિની ઉજવણી

જુનાગઢ તા.૭: ભક્‍તભૂષણ શ્રી શામજીબાપુની ૪૨મી પુણ્‍યતિથિ નિમિત્તે સોનાપુર ખાતે પૂજ્‍ય શામજીબાપુને મૂર્તિને સાલ ઓઢાડી ફૂલહાર  કરી પૂજન કરી આરતી ઉતારવામાં આવેલ અને પ્રસાદનો વિતરણ કરવામાં આવેલ ત્‍યારબાદ શ્રી ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજ દાતારોડ જુનાગઢ ખાતે આવેલ  શ્‍યામવાડીમા પણ પૂજ્‍ય શામજીબાપુની મૂર્તિને સાલ ઓઢાડી ફુલહાર કરી પ્રમુખ વિવેકભાઈ ધીરુભાઈ ગોહિલ તથા જ્ઞાતિ અગ્રણીઓ સાથે શ્‍યામ મહિલા મંડળના પ્રમુખ તથા બહેનો દ્વારા આરતી ઉતારવામાં આવેલ.

ઉપરોક્‍ત કાર્યક્રમમાં ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજ જુનાગઢ દાતાર રોડના ટ્રસ્‍ટીઓ, વિભાગીય પ્રમુખશ્રીઓ, કારોબારી સભ્‍યશ્રીઓ, શ્‍યામ મહિલા મંડળ  બહેનો તેમજ વિશાળ સંખ્‍યામાં સતાધારમાં આસ્‍થા ધરાવતા ભાઈઓ અને બહેનો ઉપસ્‍થિત રહ્યા હતા.

(1:41 PM IST)