<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 7th February 2025

પ્રભાસપાટણ પોલીસે ૮ બેટરી ચોરીના ભેદ ગણતરીની કલાકોમાં ઉકેલી બે આરોપી ઝડપાયા

 

(દિપક કકકડ દ્વારા) વેરાવળ, તા.૭:  પ્રભાસ પાટણના ભાવેશ કાળાભાઇ સોલંકીના ટાટા કંપનીનુ ડમ્‍ફર ર્ટ્‍ક નં જી.જે.૩૨.ટી.૪૨૧૦ તથા ડમ્‍ફર ર્ટ્‍ક નં જી.જે.૩૨.ટી. ૩૬૦૪ તથા ડમ્‍ફર ર્ટ્‍ક નં જી.જે.૦૮.એ.યુ. ૪૦૧૫ માંથી ર્ટ્‍કમાં રહેલ બેટરીઓ નંગ-૦૬ કિ.રૂ.૪૨,૦૦૦ તથા સાહેદ નદીમભાઇ સુલેમાનભાઇ ઘરડેરા ના ટાટા કંપનીનુ ડમ્‍ફર નં જી.જે.૨૫ યુ. ૫૪૯૭ માંથી બે બેટરીઓ કિ.રૂ.૧૪,૦૦૦ રાત્રીના સમયે બેટરીઓ નંગ કુલ-૦૮ કિ.રૂ.૫૬,૦૦૦ની કોઇ અજાણ્‍યો ચોર ઇસમ ચોરી કરી લઈ ગયેલા બાબતે પ્રભાસ પાટણ પો.સ્‍ટે.ના સર્વેલન્‍સ સ્‍કોડના માણસો પો.સ્‍ટે. વિસ્‍તારમાં પેટ્રોલીંગમા હતા દરમિયાન અલગ-અલગ જગ્‍યાના સી.સી.ટી.વી. કેમેરા ચેક કરી તથા હ્યુમન સોર્સીસના આધારે સતનામસિંગ હરનામસિંગ બાવરી, સોનુંસિંગ હરનામસિંગ બાવરી (ઉ.વ.૨૨) રહે.બન્ને વેરાવળ મફતીયાપરા વાળાઓને ઉપરોકત ગુન્‍હામાં ચોરીમાં ગયેલ અલગ-અલગ કંપની ટ્રકની બેટરીઓ નંગ-૦૮ કિંમત રૂ.૫૬,૦૦૦/, હન્‍ક મો.સા.કી. રૂ.૨૦,૦૦૦ કુલ કિ.રૂ.૭૬,૦૦૦ અસલ મુદ્દામાલ સાથે પકડી પાડી ઉપરોકત અનડિટેકટ ગુન્‍હો ડિટેકટ કરવામાં આવેલ છે અને સદર ગુન્‍હાની આગળની તપાસ પો.હે.કો.કે.જે.પરમાર ચલાવી રહ્યા છે.

(1:45 PM IST)