<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 7th February 2025

૨૦ ગુન્‍હામાં સંડોવાયેલ નગા રાડાને ઝડપી લેતી જુનાગઢ ક્રાઇમબ્રાંચ

 

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા.૭: રેન્‍જના પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડીયા અને ઇંચા. પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજાની સુચના તથા માર્ગદર્શન હેઠળ આરોપીને ઝડપી લેવાયો છે.

આરોપી નગા સરમણભાઇ રાડા રબારી (ઉ.વ.૩૨) રહે.પાદરીયાધામ સોમનાથ સોસાયટી, ઓશો આશ્રમની બાજુમાં તા.જી.જુનાગઢની ધરપકડ કરાઇ છે. તેની સામે ૨૦ ગુન્‍હા નોંધાયા છે.

આ કામગીરી જુનાગઢ ક્રાઇમબ્રાંચના પોલીસ ઇન્‍સ.જે.જે. પટેલ, પો.સબ.ઇન્‍સ. ડી.કે. ઝાલા, વાય.પી. હડીયા, એ.એસ.આઇ. નિકુલ એમ. પટેલ, પોલીસ હેડ કોન્‍સ.જીતેષ એચ. મારૂ, ઇન્‍દ્રજીતસિંહ ઝાલા, આઝાદસિંહ સીસોદીયા, તથા પો.કોન્‍સ. દિપકભાઇ નાથાભાઇ બડવા, દિપકભાઇ ચોૈહાણ, દિવ્‍યેશ ડાભીને વિગેરે પોલીસ સ્‍ટાફે કરેલ છે.

(1:46 PM IST)