<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 7th February 2025

જામનગર સત્‍યસાંઈ સ્‍કુલ ખાતે ઝોન કક્ષાની એથલેટીક્‍સ સ્‍પર્ધા યોજાઈ

 

જામનગરઃ રમત-ગમત, યુવા અને સાંસ્‍કળતિક પ્રવળત્તિઓ વિભાગ હેઠળની સ્‍પોર્ટ્‍સ ઓથોરીટી ઓફ ગુજરાત ગાંધીનગર દ્વારા આયોજીત અને જિલ્લા રમત ગમત અધિકારી, જામનગર શહેર દ્વારા સંચાલીત ખેલ મહાકુંભ ૩.૦ ૨૦૨૪-૨૫ અંતર્ગત જામનગર મહાનગરપાલીકા (શહેર) ઝોનકક્ષાની એથ્‍લેટીક્‍સ અઃ ૯,૧૧,૧૪,૧૭ અને ઓપન એઇજ ગળપ ભાઇઓ અને બહેનોની સ્‍પર્ધાનું આયોજન  શ્રીસત્‍યસાંઇ વિદ્યાલય જામનગર ખાતે જિલ્લા રમત ગમત અધિકારી - જામનગર શહેર દ્વારા કરવામાં આવ્‍યુ હતુ. આ સ્‍પર્ધામાં કુલ ૧,૮૩૭ ખેલાડીઓએ ભાગ લીધો હતો. જેમાં દરેક વયજૂથ અને કેટેગરી મુજબ ઇવેન્‍ટ પ્રમાણે વિજેતાં થયેલાં ખેલાડીઓ મહાનગરપાલીકાની શહેર કક્ષાએ એથ્‍લેટીક્‍સ સ્‍પર્ધામાં ભાગ લેશે. અને વિજેતા પ્રથમ, દ્વિતિય અને તૃતીય ખેલાડીઓને ઇનામરૂપે રોકડ પુરસ્‍કાર આપવામાં આવશે

(1:47 PM IST)