News of Friday, 7th February 2025
સાવરકુંડલા સાધના સોસાયટી દ્વારા ખ્વાજા ગરીબ નવાજ છઠ્ઠી શરીફની ઉજવણી

(ઇકબાલ ગોરી દ્વારા) સાવરકુંડલા તા.૭: હિન્દુસ્તાનના વલી ખ્વાજા ગરીબ નવાઝની છઠ્ઠી શરીફની સાવરકુંડલા સાધના સોસાયટી ગ્રુપ દ્વારા શાનદાર અને જાનદાર રીતે ઉજવણી કરવામાં આવી હતી.
જેમાં યુવા ગ્રુપ દ્વારા ખીર ની ન્યાંજ રૂપે તકસિમ કરવામાં આવી હતી જે ન્યાજ નો લાભ હજારો લોકોએ લીધો હતો અને ખ્વાજા ગરીબ નવાજ ની શાન માં કવાલી અને નાત શરીફ સાધના સોસાયટી વિસ્તાર ગુંજી ઉઠેલ હતું આ છઠ્ઠી શરીફના કાર્યક્રમને સફળ બનાવવા યુવાનો એ જહેમત ઉઠાવેલ હતી અને સ્થાનિક નગર સેવક રાજેશભાઈ ચોહાણએ હાજરી આપી મદદરૂપ બન્યા હતા.
(1:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
