News of Friday, 7th February 2025
મોરબી જિલ્લામાં શાળાના બાળકોને પોકસોના કાયદા તથા ગુડ ટચ બેડ ટચ અંગે જાગળત કરાયા

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી તા ૭ કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા મોબાઇલ વાન ૩ દિવસ જિલ્લાની શાળાઓમાં ફરી ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ અમદાવાદના માર્ગદર્શન હેઠળ તથા અધ્યક્ષ દિલીપભાઈ મહીડાની સૂચના અનુસાર મોરબી જિલ્લાના મોબાઈલ લીગલ સર્વિસીઝ યુનિટ/વાન દ્વારા મોરબી જિલ્લામાં તથા તાલુકામાં ત્રણ દિવસ મોબાઇલ વાન આવી હતી. આ મોબાઇલ વાન દ્વારા શાળાના બાળકો તથા તેમના વાલીઓને પોકસોના કાયદા તથા ગુડ ટચ બેડ ટચ અંગેની કાર્ટૂન ટાઇપની શોર્ટ ફિલ્મ બતાવવામાં આવી હતી તથા સરકારની અલગ અલગ યોજના તથા નાલ્સાની અલગ અલગ સ્કિમની માહિતી આપવામાં આવી હતી તથા તે અંગેના પેમ્પલેટનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.
આ મોબાઇલ વાન મોરબી જિલ્લામાં શાળાના બાળકોને પોકસોના કાયદા તથા ગુડ ટચ બેડ ટચ અંગે જાગળત કરાયા વાંકાનેરની સ્કૂલમાં, નવા ધમલપરની શાળામાં, ટંકારા તાલુકાની ન્યૂ વિઝન સ્કૂલz વાઘગઢ ગામ મુકામે તથા મેઘપર ઝાલા ગામ મુકામે, વિકાસ વિદ્યાલય (ચિલ્ડ્રન હોમ્સ) મોરબી મુકામે, ૫ માળિયા (મિયાણા) તાલુકાના મોટાભેલા, વવાણીયા તથા હરીપર ગામે પહોંચી હતી. જ્યાં શાળાના બાળકો તથા વાલીઓને પોકસોના કાયદા તથા ગુડ ટચ બેડ ટચ અંગેની કાર્ટુન ટાઈપ ફિલ્મ બતાવવામાં આવી હતી તથા સરકારની અલગ અલગ યોજના તથા નાલ્સાની અલગ અલગ સ્કિમ વિશેની માહિતી આપવામાં આવી હતી
(2:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
