News of Friday, 7th February 2025
પોરબંદર જિલ્લામાં કેન્સરનું વધતું ચિંતાજનક પ્રમાણ
કેન્સર ગંભીર રોગ છે પરંતુ સમયસર નિદાન અને યોગ્ય ઉપચાર થી કેન્સરને કાબુમાં લઇ શકાય છેઃ જીવન શૈલીમાં સુધારો અને નિયમિત આરોગ્ય તપાસ થી કેન્સરનું જોખમ ઘટાડી શકાય

પોરબંદર તા. ૭: જિલ્લો વિસ્તારની દ્રષ્ટિએ અને વસ્તીની દ્રષ્ટિએ નાનો હોવા છતાં કેન્સરનું પ્રમાણ વધારે છે અને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દાખલ થતા દર્દીઓમાં પોરબંદરથી કેન્સરના દર્દીઓ નોંધપાત્ર સંખ્યામાં જાય છે.તેથી આ મુદ્દે લોકજાગળતિ ફેલાવવી જરૂરી બની છે,
હેલ્થ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના ચેરમેન રામદેવભાઇ મોઢવાડિયાએ જણાવ્યું છે કે,હાલમાં જ કેન્સર દિવસની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે વિવિધ જનજાગળતિના કાર્યક્રમો કરવામાં આવ્યા હતા.આજના યુવાનોમાં વ્યસનનું પ્રમાણ વધુ જોવા મળી રહ્યું છે,તેમજ ગ્રામ્યપંથકમાં ઘરે-ઘરે વ્યસન જોવા મળી રહ્યા છે,આજના યુવાનો વ્યસન પાછળ પોતાની જિંદગી બરબાદ કરી રહ્યા છે અને કેન્સર જેવી ગંભીર બિમારીનો ભોગ બની રહ્યા છે.બોલીવુડના સ્ટાર દ્વારા વ્યસનને લગતી ઘણી જાહેરાતો કરવામાં આવે છે,આજકાલના યુવાનો દેખાદેખીમાં વ્યસન કરી રહ્યા છે અને પોતાની સાથે પરિવારને પણ નુકસાન પહોચાડી રહ્યા છે.
વધુમાં રામદેવભાઈ મોઢવાડિયાએ જણાવ્યું હતુ કે,માત્ર ગ્રામ્યપંથકમાં જ નહી પરંતુ શહેરમાં પણ વ્યસનનું પ્રમાણ વધ્યું છે,જેનાથી માત્ર શારીરિક નહી પરંતુ આર્થિક,સામાજિક અને માનસિક રીતે પાયમાલ થાય છે.કેન્સર જેવા ગંભીર રોગનો ભોગ ઘરનું એક વ્યક્તિ બને છે પરંતુ તે સમગ્ર પરિવારને પાયમાલી તરફ દોરી જાય છે.
ચેરમેન રામદેવભાઈ મોઢવાડિયાએ જણાવ્યું હતું કે, કેન્સર એક જટિલ અને ગંભીર રોગ છે,જે વિશ્વભરમાં લાખો લોકોને પ્રભાવિત કરે છે.કેન્સરએ એક રોગ છે જેમાં શરીરના કોષો અનિયંત્રિત રીતે વધવા લાગે છે અને આસપાસના પેશીઓ પર આક્રમણ કરે છે. આ કોષો ટયુમર બનાવી શકે છે,જે ગાંઠ તરીકે ઓળખાય છે. કેટલાક કેન્સર રક્તમાં પણ ફેલાય છે, જેમ કે લ્યુકેમિયા. કેન્સર શરીરના કોઈપણ ભાગમાં થઈ શકે છે અને તેના પ્રકાર અને તીવ્રતા અનુસાર તે જીવન માટે ખતરનાક બની શકે છે.
કેન્સરના પ્રકારોમાં કાર્સિનોમાં આ સૌથી સામાન્ય પ્રકાર છે, જે ત્વચા અથવા અંગોની અંદરના પેશીઓમાં થાય છે. ઉદાહરણ તરીકે, સ્તન કેન્સર, ફેફસાંનો કેન્સર, અનપ્રોસ્ટેટ કેન્સર. સાર્કોમાં આ હાડકા, તાાયુબંધન, અને રક્તવાહિનીઓમાં થતું કેન્સર છે. લ્યુકેમિયા આ રક્ત અને અસ્થિમજ્જામાં થતો કેન્સર છે, જેમાં સફેદ રક્તકણો અનિયંત્રિત રીતે વધે છે. લિમ્ફોમા અને માયલોમા આ લસિકા ણાલીમાં થતું કેન્સર છે. કેન્સરના કારણોજનીનિક પરિબળો કુટુંબ ઇતિહાસમાં કેન્સર હોવાથી જોખમ વધે છે. પર્યાવરણીય પરિબળો ધૂમ્રપાન (ફેફસાનું કેન્સર),મદ્યપાન (લિવર કેન્સર) રસાયણો અને વિકિરણનો સંપર્કથી થાય છે. જીવનશૈલી અસ્વસ્થ આહાર (ફેટ અને ઙ્કોસેસ્ડ ફુડ),શારીરિક નિષ્ક્રિયતા મોટાપાને લીધે થાય છે.
ચેપમાં એચ.પી.વી. વાઇરસ (ગર્ભાશયનું કેન્સર),હેપેટાઇટિસ બી અને સી (લિવર કેન્સર) થાય છે. વધુમાં રામદેવભાઈ મોઢવાડિયાએ કેન્સરના લક્ષણો જણાવતા કહ્યું હતું કે,અણધાર્યું વજન ઘટવું ખાસ કરીને ઝડપથી અને કારણ વગર વજન ઘટે, સતત થાક અને કમજોરી અનુભવાય, શરીરના વિવિધ ભાગોમાં દુખાવો, ત્વચાનો રંગ બદલાવો,ગાંઠ અથવા સોજો, શરીરના કોઈ ભાગમાં ગાંઠ જણાવી, ખાંસી અથવા અવાજમાં ફેરફાર લાંબા સમય સુધી ખાંસી રહેવી તે તમામ કેન્સરના લક્ષણો છે આવા લક્ષણો જણાય ત્યારે તાત્કાલિક ડોક્ટરની સલાહ લેવી જોઈએ અને નિદાન કરાવવું જોઈએ.
કેન્સરને શષાક્રિયા, કિમોથેરાપી, રેડિયેશન થેરાપી, ઉચ્ચ-ઊર્જા કિરણો દ્વારા કેન્સર કોષોને નષ્ટ કરવા, ઇમ્યુનોથેરાપી, લક્ષિત થેરાપી દ્વારા કેન્સર રોગ સામે રાહત મળી શકે છે.
કેન્સરને અટકાવવા માટે સંતુલિત આહાર (ફળો, શાકભાજી, અને સાબુત અનાજ),નિયમિત વ્યાયામ,ધૂમ્રપાન અને મદ્યપાનથી દુર રહેવુ,સુર્યના સંપર્કમાં ઘટાડો ત્વચાના કેન્સરથી બચાવવા માટે, ડોક્ટર પાસે નિયમિત આરોગ્યની તપાસ કરાવવી જોઈએ. રામદેવભાઈ મોઢવાડિયાએ જણાવ્યું હતું કે,કેન્સર એક ગંભીર રોગ છે, પરંતુ સમયસર નિદાન અને યોગ્ય ઉપચારથી તેને નિયંત્રિત કરી શકાય છે.જીવનશૈલીમાં સુધારો અને નિયમિત તપાસ દ્વારા કેન્સરના જોખમને ઘટાડી શકાય છે. કોઈપણ લક્ષણો જણાય તો તુરંત ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે. કેન્સર સામે લડવા માટે જાગળતિ અને સમયસર કાર્યવાહી મહત્વપુર્ણ છે.
(2:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
