News of Friday, 7th February 2025
સાળંગપુર શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાને પ્યોર સિલ્કના કાપડના વાઘા : સિંહાસને 200 કિલો સેવંતીના રંગબેરંગી ફુલનો શણગાર
પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારીશ્રી વિવેકસાગરદાસજી સ્વામીનુ માર્ગદર્શન : મોટી સંખ્યામાં ભાવિકો દર્શને ઉમટયા

રાજકોટ તા.૭ : શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારીશ્રી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી તા.07-02-2025ને શુક્રવારના રોજ શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને ગુલાબ-સેવંતીના મીક્સ ફુલોનો દિવ્ય શણગાર કરાયો હતો ધરાવાયો હતો. આજે સવારે 5:45 કલાકે શણગાર આરતી પૂજારી સ્વામી દ્વારા કરવામાં આવી હતી. દાદાના સિંહાસને આજે સેવંતીના રંગબેરંગી ફુલનો શણગાર કરાયો છે.
આજે કરાયેલા દાદાના શણગાર વિશે પૂજારી સ્વામીએ જણાવ્યું કે,એક હરિભક્તના યજમાન પદે આજે દાદાનું રાજોપચાર પૂજન સાંજે 4થી 6:15 વાગ્યા સુધી કરાશે. જે અંતર્ગત દાદાને પ્યોર સિલ્કના કાપડના સાળંગપુરમાં તૈયાર થયેલા વાઘા પહેરાવાયા છે. આ સાથે સિંહાસને 200 કિલો સેવંતીના રંગબેરંગી ફુલનો શણગાર કરાયો છે. દાદાના શણગાર-આરતી-દર્શનનો અમૂલ્ય લ્હાવો અનેક ભકતોએ લઈ ધન્યતાનો અનુભવ કર્યો હતો.
(2:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
