<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 7th February 2025

પરબધામ આશ્રમના લઘુમહંતપદે શ્રી સનાતનદાસબાપુની તિલકવિધિ

રાજકોટઃ રેવતક્ષેત્ર શ્રી સત શરભંગ આશ્રમ પરબધામમાં શ્રી દેવદાસબાપુ તથા માં અમરમા તેમજ સમસ્ત દિવ્ય ચેતનાઓના રૃડા આશિર્વાદથી મહંતશ્રી કરશનદાસબાપુ ગુરૃશ્રી સેવાદાસબાપુ તેમજ સંતોના સાનિધ્યમાં ભવ્યાતિભવ્ય શ્રી દિવ્ય સોમવસંત યજ્ઞોત્સવ એવમ તિલકવિધિ (શુકલ યજુર્વેદ સંહિતા સ્વાહાકાર)નું આયોજન થયું હતું. આ અવસરે સંસ્થાના લઘુમહંત તરીકે શ્રી સનાતનદાસબાપુ, ગુરૃશ્રી કરસનદાસબાપની તિલકવીધી/ ચાદરવીધી યોજવામાં આવેલ. આ ઉપરાંત અર્થ પરિવ્રજક તરીકે પુનર્વાદાસ બાપુ, ગુરૃશ્રી કરશનદાસબાપુ તેમજ ધનાધ્યક્ષ તરીકે શ્રી શંભુતીદાસ માતાજી ગુરૃશ્રી કરસનદાસબાપુની વિધીવત તિલકવીધી/ ચાદરવીધી કરવામાં આવી હતી. આ પ્રસંગે દ્વારકાપીઠ શંકરાચાર્યના પ્રતિનિધિ તરીકે નારાયણનંદ સરસ્વતીજી, પુ.મહંત શ્રી મહેશગીરીજી ગુરૃશ્રી અમૃતગીરીજી- રાણપુર, મહંતશ્રી વિજયબાપુ ગુરૃશ્રી જીવરાજબાપુ- સતાધાર, જનકસિંહ સાહેબ ગુરૃશ્રી હરીસીંગ સાહેબ- છલાળા, મહાદેવગીરીબાપુ- અમૃતગીરીબાપુ- વાઘણીયા, બલદેવદાસબાપુ- ઠાંસા, આઇશ્રી દેવલમાં- બલિયાવડ, આઇશ્રી મનુમા- ચીરડા, આદ્યશ્રી કંચનમાં- મઠડા, મહાદેવ ભારતીબાપુ- જુનાગઢ, શ્રી હિમાન્સુસિંહજી સ્ટેટ ઓફ ગોંડલ શ્રી માંધાતાસિંહજી સ્ટેટ ઓફ રાજકોટ વગેરેની વિશેષ ઉપસ્થિતિમાં આ સમગ્ર ધાર્મિક કાર્યક્રમ સંપન્ન કરવામાં આવેલ તેમ પુનર્વાદાસ બાપુ (મો.૭૯૮૨૨ ૭૧૮૦૦) યાદીમાં જણાવાયું છે

(3:22 PM IST)