News of Friday, 7th February 2025
ભુજના માનકુવા ગામે રોંગ સાઈડથી ટેમ્પાએ ટક્કર મારતા ગમખ્વાર અકસ્માતમાં બે લોકોના મોત :૬ ને ઈજા
છકડા અને ટેમ્પા વચ્ચે એક અન્ય વાહન પણ અકસ્માતનુ ભોગ બન્યુ

ભુજના માનકુવા નજીક સર્જાયેલા માર્ગ અકસ્માતમાં બે લોકોના જીવ ગયા છે. જ્યારે અન્ય છ ને ઇજા પહોંચી છે.
ભુજના સામત્રા ગામેથી ભુજ વચ્ચે મુસાફરોની અવરજવર કરતો પેસેન્જર છકડો માનકુવા નજીક પહોચ્યો ત્યારે રોગસાઇડમાંથી આવતા ટેમ્પાએ તેને ટક્કર મારી હતી. જેમાં છકડામાં સવાર ૮ લોકોને ઈજાઓ પહોચી હતી તેમને સ્થાનીક લોકો તથા પોલીસની મદદથી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. હવે ઇજાગ્રસ્ત પૈકી નાગીયારીના સામેમામદ બાફણનુ અને નખત્રાણાના વિશાલ હસંરાજ વાણંદનુ ગંભીર ઈજાઓથી મૃત્યુ થયુ છે. બપોરે સર્જાયેલા અકસ્માત બાદ પોલીસે વાહન કબ્જે કરી આગળની તપાસ આરંભી હતી
દરમ્યાન અકસ્માતમાં ઇજા પામનારની ફરીયાદ નોંધવા તજવીજ હાથ ધરી હતી પરંતુ તે વચ્ચે ઇજાગ્રસ્ત બે વ્યક્તિના મોત થયા હતા માનકુવા પોલીસે અકસ્માત સર્જનાર વાહનને કબ્જે લઇ બનાવ સદંર્ભે તપાસ આરંભી છે. છકડા અને ટેમ્પા વચ્ચે એક અન્ય વાહન પણ અકસ્માતનુ ભોગ બન્યુ હતુ ઘાયલોમાં સીમા રવિ ગોરસિયા, હવાબાઈ રહીમ ગજણ, આમિર સકીલ ગજણ, રાઈકબાઇ મામદ પઢીયાર, આદ્રિયા જુણસ ભૂરેયા, લાલજી ભગુ જોગી, જશુ દેવજી વરસાણીનો સમાવેશ થાય છે. ઇજાગ્રસ્તોમાં સૌથી વધુ નાગીયારી ગામના લોકો છકડામાં સવાર હતા પોલીસે બનાવ અંગે વધુ તપાસ આરંભી છે.
(9:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
