<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 7th February 2025

જૂનાગઢના જૈન સમાજનો યુવક જાન લઈને અમદાવાદ પહોંચ્યો: વરરાજાને હ્રદયરોગનો હુમલો જીવલેણ નીવડ્યો

તૈયાર થઈ રહેલા વરરાજા છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ અચાનક ઢળી પડ્યા : ખુશીનો માહોલ માતમમાં ફેરવાઈ ગયો

જૂનાગઢના જૈન સમાજનો યુવક જાન લઈને અમદાવાદ પહોંચ્યો, ત્યાં તેને આવેલો હ્રદયરોગનો હુમલો જીવલેણ નીવડ્યો હતો. જેના પરિણામે ખુશીનો માહોલ માતમમાં ફેરવાઈ ગયો છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, જૂનાગઢમાં રહેતા હર્ષિત ચોક્સીના આજ રોજ અમદાવાદ ખાતે લગ્ન થવાના હતા. ગઈકાલે મહેંદી અને દાંડિયા રાસ સહિતની લગ્નની વિધિ પૂર્ણ કરવામાં આવી હતી. જો કે આજે વહેલી સવારે સાડા 5ના અરસામાં તૈયાર થઈ રહેલા હર્ષિતને અચાનક છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ ઢળી પડ્યો હતો.

જણાવી દઈએ કે, કોરોના કાળ બાદ ગુજરાત સહિત સમગ્ર દેશમાં હ્રદય રોગ સબંધિત બીમારી ગંભીર રીતે વધી રહી છે. છેલ્લા ચારેક વર્ષથી યુવા વયે હાર્ટ એટેકના કેસ જોવા મળી રહ્યા છે. જેમાં મોટાભાગે અનિયમિત જીવનશૈલી, સ્ટ્રેસ, આલ્કોહોલનું સેવન, સ્મોકિંગ અને ફાસ્ટફૂડ સહિતના કારણોને મુખ્યત્વે જવાબદાર માનવામાં આવે છે.

તબીબો દ્વારા હ્રદય રોગની તકલીફ ધરાવતા દર્દીને પુરતી ઊંઘ લેવાની સલાહ આપવામાં આવે છે. સાત કલાકથી ઓછી ઊંઘ હોય, તેવા લોકોમાં આ બીમારીની સંભાવના વધારે જોવા મળી રહી છે. આ ઉપરાંત આવા દર્દીઓએ તબીબની સલાહ પ્રમાણે જ કસરત કરવી જોઈએ.

(10:22 PM IST)